જાણો મેહૂલ બોઘરાનુ મુળ વતન અને પરીવાર મા કોણ કોણ છે ? નાનપણ મા ગંભીર બિમારી થઈ હતી ત્યારે ઈલાજ માટે 500 રુપીઆ પણ નહોતા ત્યારે તેમના માતા એ… – GujjuKhabri

જાણો મેહૂલ બોઘરાનુ મુળ વતન અને પરીવાર મા કોણ કોણ છે ? નાનપણ મા ગંભીર બિમારી થઈ હતી ત્યારે ઈલાજ માટે 500 રુપીઆ પણ નહોતા ત્યારે તેમના માતા એ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મેહુલ બોઘરા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. મેહુલ બોઘરા એક વકીલ એ તો આપણે જાણી લીધું પરંતુ આખરે કઈ રીતે એક ગામડાનો છોકરો સુરતનો એડવોકેટ બન્યો અને જીવનમાં કેવા સંઘર્ષ કર્યા તેના વિશે આપણે જાણીશું. ખરેખર મેહુલ બોઘરા એ સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવવાનું શરૂ કરેલ અને આજે તે ગુજરાત ભરમાં લોકપ્રિય બની ગયો અને રાજકીય પાર્ટી તરફથી તેને ઓફરો આવી રહી છે. ચાલો ત્યારે જાણીએ મેહુલ બોઘરાના જીવન વિષે.

મેહુલ છેલ્લાં 2 વર્ષથી હપ્તાખોરી સામે લડી રહ્યા છે અને જ્યારથી તેમના પર હુમલો થયો ત્યારથી તેઓ ચર્ચામાં છે. મેહુલ બોઘરાનો જન્મ અમરેલીના જાફરાબાદ તાલુકાના પીછડી ગામમાં થયો હતો. સામાન્ય પરિવારમાંથી આવતાં મેહુલ બોઘરાના પરિવારમાં પત્ની ક્રિષ્નાબેન, પિતા મનસુખભાઈ, માતા શારદાબેન અને ભાઈ મનોજભાઈ છે. તેઓ સંયુક્ત પરિવાર સાથે સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે.

તેમનો પરિવાર વર્ષ 2002ની ગામડેથી સુરત રહેવા આવ્યો હતો. તમને જાણીને આશ્ચય થશે કે, તેમના માતા પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. મેહુલને. 2-3 વર્ષની ઉંમર હશે એ વખતે મને ન્યૂમોનિયા થયો હતો. એ ગંભીર બીમારી કહેવાતી હતી. ઈલાજ માટે 500 રૂપિયાની જરૂર હતી. ત્યારે એ સમયે તેમના પિતા પાસે એ પણ નહોતા. એમણે ગામમાં રખડીને 500 રૂપિયા એકઠાં કરીને મેહુલનો ઈલાજ કરાવ્યો હતો. બસ ત્યારથી મેહુલ પોતાના જીવનના સંઘર્ષ શીખ્યા.

મેહુલ જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે ગામમાં એક જજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એ જોઈને મેહુલને થયું કે આમાં તો બહુ મજા આવે. કંઈ સંઘર્ષ કરો કે કંઈક બનો તો કેવું સ્વાગત થાય છે. સમાજમાં સારો સંદેશો જાય છે. ત્યારથી નક્કી કર્યું હતું તે જજ બનશે. મેહુલ બોઘરાએ 1થી 4 ધોરણ ગામની સ્કૂલમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ કોલેજ સુધીનો અભ્યાસ સુરતમાં પૂરો કર્યો હતો.

હાલમાં મેહુલ સમાજસેવાની સાથે વકીલાત પણ કરે છે અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પણ કેસ ચાલે છે. મેઇન પ્રોસિડિંગ ક્રિમિનલ છે. એમાંથી જ મેહુલનું ઘરનું ગુજરાન ચાલે છે. મેહુલએ સમાજસેવામાં મેં મારા પોતાના ખીસ્સામાંથી રૂપિયા વાપર્યા હોય પણ આજ સુધી ફંડ-ફાળા ઉઘરાવ્યા નથી. આ સિવાય મોટાભાઇ ઓનલાઇન બિઝનેસ કરે છે અને પિતા જમીન મકાનમાં બ્રોકરેજનું કામ કરે છે.’

મેહુલ વકીલાત વર્ષ 2016 થી શરૂ કર્યું અને. સશિયલ મીડિયયા પર લાઇવ કરવાનું 2020થી શરૂ કર્યું છે. પહેલા તેમની લડાઈ લેખિતમાં હતી. જે હાલમાં ઘટના બની એ તેમના જીવનનો સૌથી ખરાબ સમય છે અને આ ઘટના બાદ આખા ગુજરાત 26માંથી એકપણ જિલ્લો બાકી નથી, જ્યાંથી સમર્થન નથી મળ્યું. વકીલો અને જાહેરજનતાએ સપોર્ટ આપ્યો છે, આ ઘટના બાદ મેહુલને