જાણો મુકેશ અંબાણીનો કેમ પોતાના ઘરમાં 27માં માળે જ રહે છે?જાણો આ ચોકાવનારી વાત…. – GujjuKhabri

જાણો મુકેશ અંબાણીનો કેમ પોતાના ઘરમાં 27માં માળે જ રહે છે?જાણો આ ચોકાવનારી વાત….

એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે પોતાની ઓળખ ધરાવનારા મુકેશ અંબાણીને કોણ નથી જાણતું.તે વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ છે.’રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ના માલિક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી.તેમનો ભવ્ય 27 માળનો મહેલ ‘એન્ટીલિયા’ વિશ્વનું બીજું સૌથી મોંઘું અને સૌથી મોટું ઘર છે.પરંતુ શું તમે જાણો છો કે આખરે મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે ‘એન્ટીલિયા’ના 26 માળ છોડીને 27મા માળે કેમ રહે છે?

નથી જાણતા તો ચાલો આજે જાણી લઈએ.મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી,પુત્ર-પુત્રવધૂ આકાશ-શ્લોકા મહેતા અને નાના પુત્ર અનંત અંબાણી સાથે દક્ષિણ મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત ઘર ‘એન્ટિલિયા’માં રહે છે.એન્ટિલિયા એ લંડનના આઇકોનિક ‘બકિંઘમ પેલેસ’ પછી વિશ્વની બીજી સૌથી મોંઘી મિલકત હોવાનું કહેવાય છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના આ આલીશાન બંગલાની કિંમત લગભગ 1 થી 2 બિલિયન યુએસ ડોલર કહેવાય છે.જે ભારતીય ચલણ અનુસાર 100 થી 200 કરોડ છે.વિશ્વના પ્રખ્યાત ‘બિઝનેસ ટાયકૂન’ મુકેશ અંબાણીની આલીશાન બંગલો 27 માળનો છે.જોકે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે 27મા માળે જ રહે છે.તેની પાછળનું કારણ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

‘બિઝનેસ ઈનસાઈડર’ના એક અહેવાલ મુજબ નીતા અંબાણીએ 26મા માળ છોડીને માત્ર 27મા માળે રહેવા પાછળનું કારણ સૂર્યના કિરણોને જણાવ્યું હતું.વાસ્તવમાં નીતા અંબાણીના કહેવા પ્રમાણે તે ઈચ્છતા હતા કે તેના પરિવારના સભ્યોના તમામ રૂમમાં સૂર્યના કિરણો પૂરતા પ્રમાણમાં આવે.તેથી તેમણે રહેવા માટે 27મો માળ પસંદ કર્યો.એવું કહેવાય છે કે આ માળની મુલાકાત લેવાની પરવાનગી ખૂબ જ નજીકના લોકોને આપવામાં આવે છે.

તેમાં કોઈ શંકા નથી કે લગભગ 9,789 કરોડ યુએસ ડોલરના માલિક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર વૈભવી જીવનશૈલી જીવે છે.તેમના ઘરમાં 600 કર્મચારીઓ કામ કરે છે.જેમને લાખોમાં પગાર મળે છે.તમને જાણીને નવાઈ લાગશે કે અંબાણી મેન્શનમાં કામ કરતા સ્ટાફના બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે.’બિઝનેસ ઇનસાઇડર’ અનુસાર, નીતા અંબાણીએ કહ્યું હતું કે તમામ કર્મચારીઓને તેમની ક્ષમતા અનુસાર પગાર આપવામાં આવે છે.