જાણો કોણ છે આ ક્મો,તેના ઘર અને માતા-પિતા વિષે શું કહ્યું-કિર્તીદાન ગઢવીએ…. – GujjuKhabri

જાણો કોણ છે આ ક્મો,તેના ઘર અને માતા-પિતા વિષે શું કહ્યું-કિર્તીદાન ગઢવીએ….

ગુજરાતની મોટી મોટી હસ્તીઓ સાથે ફરનાર કમાને આજે કોઈ ઓળખાણની જરૂર રહી નથી.આજે કમો ગુજરાતના દરેક લોકોના દિલોમાં રાજ કરે છે.ચાલુ પ્રોગ્રામે કીર્તિદાન ગઢવીએ કમાને સન્માન આપ્યું હતું.ત્યારબાદ કમો લાઇમ લાઈટમાં આવ્યો.

તમને જણાવીએ કે કમો સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાનાં કોઠારીયા ગામનો વતની છે તેમજ તે આ ગામમાં આવેલ સંત શ્રી વજાભગતનાં રામ રોટી આશ્રમ રહે છે.પુજય વજાભગત ની પુણ્યતિથિ નિમિત્તે હમણાં એક ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત તેમજ દેશ વિદેશમાં જેની ખ્યાતિ છે એવા સુર ના આરાધક કિર્તીદાન ગઢવી નો ડાયરો હતો.

ચાલુ પ્રોગ્રામમાં કમા એ કીર્તીદાન ગઢવીના ગીત પર ડાન્સ કરેલો અને આ વીડિયો એટલો બધો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો કે કમો રાતો રાત સેલિબ્રિટી બની ગયો.ઉલ્લેખનીય છે કે કમો નાનપણથી પુજ્ય મોરારીબાપુ ની કથા હોય કે રામા મંડળ કે પછી રામધુન હાજરી ફરજીયાત આપતો.કમો આજે લોકોમાં આટલો પ્રિય છે કે આજે દરેક લોક ડાયરમાં તેની ખાસ હાજરી હોય છે અને

હવે દરેક નાના મોટા પ્રસંગોમાં કમાને અવશ્ય બોલાવવામાં આવે છે.કમો તો ફેમસ થઈ ગયો પરંતુ કોઠારીયા ગામ પણ લોકોના મોંઢે લોકપ્રિય બની ગયુ છે.કમાના માતા એ પણ મીડિયા સમક્ષ કહ્યું કે કીર્તિદાન ગઢવીએ ફેમસ બનાવ્યો એ એટલે બધા ઓળખવા અને બોલાવવા લાગ્યા તેમજ હવે તે પ્રોગામમાં જાય છે અને પહેલા કરતા તેનું જીવન ઘણું સારું છે.

આ સાથે કમાના પિતા એ પણ કહ્યું કે કીર્તિદાન ગઢવીએ જ્યારથી હાથ પકડ્યો છે.ત્યારથી કમાની સ્થિતિ સુધરી છે અને મગજ પણ પહેલા કરતા વધુ કામ કરે છે.કીર્તિદાન ગઢવીનો અમે ખૂબ જ આભાર વ્યક્ત માનીએ છીએ.ખરેખર આજે કમો જે પણ છે તે કીર્તિદાન ગઢવીના કારણે છે.

આ સાથે કમાએ પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તેને કોઠારીયા ગામમાંથી ચૂંટણી લડવી છે અને તેને લગ્ન નથી કરવા કારણ કે લગ્ન કરે તો તેને કામે જાવું પડે.ખરેખર કમો એટલો લોકપ્રિય બની ગયો છે કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે પણ તેની સાથે હાથ મિલાવ્યો હતો અને તેમની હાજરીમાં જ ભાષણ પણ અપાવ્યું હતું.