જસદણમાં માતાની નજીવી વાતનું દીકરીને માઠું લાગતા દીકરીએ જે પગલું ભર્યું તેનાથી આખા પરિવારમાં હંમેશા માટે માતમ છવાઈ ગયો..
અત્યારના આધુનિક સમયમાં દરેક લોકો જોડે સ્માર્ટ ફોન જોવા મળતા હોય છે.અત્યારે દરેક લોકો મોબાઈલનો ખુબજ ઉપયોગ કરતા હોય છે.ત્યારે અનેક લોકો એવા પણ છે જે પોતાના નાના નાના બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે.ત્યારે અમુક બાળકોને મોબાઈલની લત પડી જતા પરિવારને ખરાબ પરિણામ ભોગવું છે આજે તેવી જ ઘટના સામે આવી છે.જે ઘટના અંગે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જસદણમાં ૧૭ વર્ષની પુત્રીને માતાએ એટલું જ કહ્યું હતું.
કે મોબાઈલ મૂકીને થોડી કામમાં મદદ કરાવ જેનું ખોટું લાગતા એકના એક પુત્રીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.જે ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
જયારે પરિવારે તેને જોઇ તો તેને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તેને વધુ સારવારની જરૂરિયાત હોવાથી તેને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ મોતને ભેટી હતી જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
જેમાં પોલીસે મૃતદેહને PM માટે મોકલી પરિવારના લોકોનું નિવેદન લીધું હતું બે ભાઈ અને એક બહેન હતી જેમાં એકના એક બહેને પોતાનું જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તાર અને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો મોબાઈલની લતમાં આજે એક ૧૭ વર્ષની બાળકીનો જીવ ગુમાવ્યો છે.