જર્મનીમાં એશો આરામનું જીવન, મહિને લાખો રૂપિયાની આવક છોડીને આ દંપતી વતન આવી ગયું અને હાલ કરી રહ્યું છે એવું કામ કે તેમના કામને જાણીને તમે પણ તેમને સલામ કરશો…. – GujjuKhabri

જર્મનીમાં એશો આરામનું જીવન, મહિને લાખો રૂપિયાની આવક છોડીને આ દંપતી વતન આવી ગયું અને હાલ કરી રહ્યું છે એવું કામ કે તેમના કામને જાણીને તમે પણ તેમને સલામ કરશો….

આજે મોટાભાગના યુવક યુવતીઓ એવું વિચારતા હોય છે કે જે ભણી ઘણીંને વિદેશમાં સેટલ થઇ જાય તો તેમનું જીવન સેટ થઇ જશે. હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ આજે વિદેશ જઈને ત્યાં સ્થાઈ થઇ જાય છે અને પોતાના વતનને ભૂલી જ જાય છે.

પણ આજે અમે તમને એક એવા દંપતી વિષે જણાવીશું કે જે પોતાના વતન માટે વિદેશનું જાહોજ્લાલી વાળું જીવન છોડીને વતન પાછા આવી ગયા.ચિરાગ ભાઈ અને દિપાલી બેન પોતાના સારા એવા ઉજ્જવળ ભવિષ્ય માટે જર્મનીમાં સ્થાઈ થયા હતા.

તેમની ત્યાં સારી એવી નોકરી હતી. સમાજમાં સારી એવી પ્રતિસ્થા પણ હતી. તેમની પાસે બધી જ સુખ સુવિધા હતી. તે આરામથી પોતાનું જીવન જીવી શકતા હતા. લાખો લોકો તેમના જેવું જીવન જીવવાના સપના જોતા હોય છે.

તે બંને છેલ્લા ૭ વર્ષથી જર્મનીમાં અપંગ લોકોની સેવા કરતા હતા. તો દિપાલી બેનને થયું કે આપણે આપણા સમાજ માટે કઈ કરવું જોઈએ જેથી આપણું જીવન સાર્થક થાય. માટે તેમને લોકોની સેવા કરવા માટે જર્મની છોડીને ભારત અવવાનું નક્કી કર્યું અને તે જર્મનીમાં એશો આરામનું જીવન છોડી ભારત આવી ગયા.

તેમને વતન આવી.ગાંધીનગરમાં પોતાની એક સંસ્થા ઉભી કરી જેમાં તે અપંગ અને માનસિક રીતે બીમાર બાળકોને જીવન સુધારવાનું કામ કરી રહ્યા છે. તે અલગ અલગ થેરાપી આપીને અપંગ બાળકોને સજા કરે છે. જેનાથી તે સારું જીવન જીવી શકે. તે તેમના વિચારો ડેવલોપ કરી તેમને આગળ વધવામાં મદદ કરે છે. આજે તેમની સંસ્થામાં ૧૦૧ જેટલા બાળકો થેરાપી લઇ રહ્યા છે.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.