જયેશભાઈની અચાનક તબિયત બગડતા ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા તો પરિવારે તેમના અંગોનું દાન કરીને બીજા ચાર લોકોને નવું જીવનદાન આપ્યું. – GujjuKhabri

જયેશભાઈની અચાનક તબિયત બગડતા ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા તો પરિવારે તેમના અંગોનું દાન કરીને બીજા ચાર લોકોને નવું જીવનદાન આપ્યું.

હાલમાં બધા જ લોકો બીજા લોકોની સેવા માટે હંમેશા તૈયાર જ રહેતા હોય છે અને ઘણા લોકો દાન કરવા માટે પણ હંમેશા આગળ પડતા રહેતા હોય છે. હાલમાં લોકો ભુખ્યાને અન્નદાન અને બાળકોને શિક્ષાનું દાન કરતા હોય છે પણ આ બધા જ દાનમાં અંગદાનને સર્વશ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે.

કેમ કે આ દાનથી બીજા લોકોને નવું જીવનદાન મળતું હોય છે.હાલમાં ૩૫ વર્ષના જયેશભાઇ જેઓ કામ પર ગયા હતા અને અચાનક તેમની કામ પર જ તબિયત બગડતા તેઓને સારવાર માટે પહેલા કેટલીય હોસ્પિટલમાં લઇ ગયા પણ અંતે તેમને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં તેમને તબીબોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા તો પરિવારે જયેશભાઈના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું.આમ પરિવારે જયેશભાઈના અંગોનું દાન કરીને બીજા ચાર લોકોને નવું જીવનદાન આપ્યું છે, જેમાં જયેશભાઈની કિડની, લીવર, બે કોર્નિયા અને ફેફસાનું દાન કરવામાં આવ્યું હતું.

આમ આ અંગોના દાનથી બીજા ચાર લોકોને નવું જીવનદાન મળ્યું હતું. આમ પરિવારે મોટી માનવતા મહેકાવી હતી અને સમાજમાં એક નવી રાહ પણ ચીંધી હતી.આવી જ રીતે આ પરિવારના લોકો વખાણ કરે છે અને આ દાન જેવું બીજું કોઈ મોટી દાન નથી.

આવી જ રીતે ઘણા પરિવારો અંગદાન કરે છે અને સમાજમાં એક નવી રાહ પણ ચીંધતા હોય છે. આમ જયેશભાઈએ તેમના મૃત્યુ પછી પણ બીજા ચાર લોકોને નવું જીવનદાન આપીને સમાજમાં દાખલો બેસાડ્યો છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.