જયપુરના પાર્થે JEE મેન્સમાં ઓલઇન્ડિયામાં ત્રીજો રેન્ક મેળવીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું. – GujjuKhabri

જયપુરના પાર્થે JEE મેન્સમાં ઓલઇન્ડિયામાં ત્રીજો રેન્ક મેળવીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું.

આજના સમયમાં દરેક લોકોને તેમના જીવનમાં અભ્યાસનું ઘણું એવું મહત્વ છે અને અભ્યાસ કરીને લોકો આગળ વધે છે. હાલ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેનના બીજા તબક્કાનું પરિણામ હાલમાં જ જાહેર કર્યું છે અને આ પરીક્ષામાં ઘણા એવા બાળકોએ મોટી સિદ્ધિ સાથે સફળતા મેળવી છે. આજે આપણે એક એવા જ હોશિયાર વિદ્યાર્થીના વિષે જાણીએ.

જે રાજસ્થાનના જયપુરના માનસરોવરમાં રહેતા પાર્થે મોટી સિદ્ધિ મેળવી છે, પાર્થ ભારદ્વાજે આ પરીક્ષામાં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા છે અને આજે પાથ એવું પણ કહી રહ્યો છે કે આ બધું જ તેના માતા-પિતા અને શિક્ષકોને શ્રેય આપ્યો છે. હાલમાં પાર્થે JEE મેઈન્સના પહેલા જ પ્રયાસમાં ૯૯.૯૭ ટકા મેળવ્યા છે અને આ રિઝલ્ટથી બધા જ લોકો ખુશ છે.

પાર્થે હાલમાં JEE મેઇનની પરીક્ષા પહેલા ઘણા કલાકો સુધી મહેનત ચાલુ કરી દીધી હતી અને આખો દિવસે ૮ કલાક સુધી સતત અભ્યાસ પણ તેને કર્યો હતો. આવી જ રીતે આ યુવકે તેની મહેનતથી બીજું બધું બાજુમાં મૂકીને મોટી સફળતા મેળવી છે. આજે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે આખો દિવસ મહેનત કરે છે અને આમ મોટી સફળતા મેળવે છે.

આજે તે નિયમિત અભ્યાસ કરીને આજે તે આગળ આવ્યા છે, તેઓને ફૂટબોલ રમવાનો પણ ઘણો શોખ છે અને તેથી જ તે રમવાની સાથે સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપ્યું હતું અને હવે પાર્થને આગળ IIT માં આગળ વધવું છે ત્યારબાદ IAS અધિકારી બનીને દેશની સેવા કરવાની ઈચ્છા છે.