છોટા ઉદેપુરના ૩૫ વર્ષના યુવકમાં પુણેના યુવકનું હ્રદય ધબકશે, સુરતની આ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને યુવકને નવું જીવનદાન આપ્યું. – GujjuKhabri

છોટા ઉદેપુરના ૩૫ વર્ષના યુવકમાં પુણેના યુવકનું હ્રદય ધબકશે, સુરતની આ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને યુવકને નવું જીવનદાન આપ્યું.

ઘણા અંગદાનના કિસ્સાઓ જોવા મળતા હોય છે, ઘણા લોકો તેમના અંગોનું દાન કરીને બીજા અનેક લોકોને નવું જીવનદાન આપતા હોય છે, હાલમાં એક તેવો જ અંગદાનનો કિસ્સો સામે આવ્યો હતો, હાલમાં દક્ષિણ ગુજરાતનું સૌથી પહેલું હાર્ટટ્રાન્સપ્લાન્ટ સુરતની મહાવીર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુરમાં રહેતા ૩૫ વર્ષના એક યુવાનમાં પુણેના બ્રેઇનડેડ થયેલા એક યુવકના હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, આ હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના ડો.અન્વય મુલેની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ટીમ અને મહાવીર હોસ્પિટલના ડો. જગદીશ મંગેની ટ્રાન્સપ્લાન્ટની ટીમ દ્વારા છોટા ઉદેપુરના એક યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવું જીવનદાન આપવામાં આવ્યું હતું.

છોટાઉદેપુરના આ યુવકને હાર્ટની તકલીફ હતી એટલે તેના કારણે યુવકને ઘણી બધી તકલીફો પડતી હતી એટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું ખુબ જ જરૂરી હતું. તેથી ૨૪ ઓગસ્ટના રોજ પુણેની આ હોસ્પિટલમાંથી એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમે હાર્ટ મેળવીને સુરત એરપોર્ટ ખાતે ચાર્ટડ ફ્લાઈટ દ્વારા હાર્ટને પહોચાડ્યું, ત્યારબાદ ગ્રીન કોરિડોરથી હાર્ટને મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું.

આ યુવકનું હાર્ટ સુરતની મહાવીર હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, ટ્રાન્સપ્લાન્ટ બાદ હાલમાં દર્દી રિકવર થઈ રહ્યો હતો, આમ તો આ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ૨૫ લાખ રૂપિયા થયો હતો પણ તેમાંથી ૯.૬૬ લાખ રૂપીયા રાજ્ય સરકાર

અને કેન્દ્ર સરકારની સહાયમાંથી અને ૮.૩૪ લાખ રૂપીયા હોસ્પિટલ અને દાતાઓ દ્વારા ઉપાડવામાં આવ્યો હતો, તે પછીના સાત લાખ રૂપિયાનો ખર્ચ પરિવારના લોકોએ કર્યો અને યુવકને નવું જીવનદાન આપ્યું.