છોટાઉદેપુરના આ ગરીબ યુવકને અભ્યાસ પછી નોકરી ના મળતા આજે પોતાના પરિવારનું પેટ ભરવા માટે આ કામ કરવા મજબુર બન્યો છે….યુવકની વેદના જાણી ભાવુક થઇ જશો. – GujjuKhabri

છોટાઉદેપુરના આ ગરીબ યુવકને અભ્યાસ પછી નોકરી ના મળતા આજે પોતાના પરિવારનું પેટ ભરવા માટે આ કામ કરવા મજબુર બન્યો છે….યુવકની વેદના જાણી ભાવુક થઇ જશો.

આજે મોટાભાગના યુવકોમાં રોજગારી માટે ખુબજ મોટી સમસ્યા છે. આજે અમે તમને એક ગ્રેજ્યુએટ યુવકની એવી સ્થિતિ વિષે જણાવીશું કે જેમની સ્થિતિ જાણી તમે પણ એકવાર તો વિચારમાં પડી જશો. આજે આઝાદીના આટલા સમય પછી પણ અમુક લોકોની એવી સ્થિતિ છે કે જેને જોઈને ખુબજ ભાવુક થઇ જશો.આ યુવક છોટાઉદેપુરના નસવાડીના નાનીઝડુલી ગામનો છે.આ ગામનો ગ્રેજ્યુએટ થયેલ યુવક મકન ભીલની આર્થિક સ્થિતિ સારી નહતી માટે તેને પોતાનો ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂરો કર્યો અને તેને હતું કે ગ્રેજ્યુએશન પછી તેને સારી એવી નોકરી મળી જશે.

કે જેનાથી તે પોતાના પરિવારનો સહારો બનશે. પણ તેની બધી જ આશાઓ નિરાશામાં ડૂબી ગઈ. તેને કોઈપણ જાતની નોકરી ના મળી.તેના વિસ્તારમાં એવું કોઈ ક્ષેત્ર જ નથી કે ત્યાં જઈને નોકરી માંગી શકે તો આખરે મકને પોતાન ગામમાં ખાલી પડી રહેલા શૌચાલયમાં સલૂનની દુકાન કરી કે જેનાથી તે થોડી ગણી કમાણી કરી શકે.

આજે મકન તે શૌચાલયમાં જ આજે સાલું ચલાવવા માટે મજબુર બન્યો છે. સ્વછ ભારત અભિયાનની અંતરગત તેમાં ગામમાં સામુહિક શૌચાલય બનાવવા આવ્યું હતું.જે ઘણા સમયથી ખાલી પડી રહ્યું હતું. કોઈપણ તેનો ઉપયોગ નહતો કરી રહ્યો.

માટે મકને આજે તેના સલૂન ચલાવીને તેના પરિવારનો સહારો બન્યો છે. આજે તે ખુબજ તકલીફમાં પોતાનું જીવન જીવી રહ્યો છે. ૨૦૧૯ માં અભ્યાસ પૂરો કર્યા પછી તેને નોકરીના મળતા આજે આ કામ કરવા માટે મજબુર બન્યો છે.