છેલ્લા ૪૮ વર્ષથી પાલનપુરની આ મહિલા ડોક્ટર માત્ર ૧ રૂપિયો ફી લઈને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર કરીને તેમની માટે દેવદૂત બની છે….
આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમનું આખું જીવન સેવા પાછળ જ સમર્પિત કરી દેતા હોય છે, હાલમાં મિત્રો ઘણી મોંઘવારી છે તો પણ આ મહિલા માત્ર એક રૂપિયામાં સારવાર કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર કરતા હોય છે, આ મહિલા પાલનપુરના કમાલપુર ગામમાં દવાખાનું ચલાવી રહ્યા હતા.
આ દવાખાનાનું નામ શ્રીમતી મણીબેન ચંદુભાઈ મગનભાઈ કોઠારી હતું, આ દવાખાનામાં માત્ર એક રૂપિયામાં જ બીમાર દર્દીની સારવાર કરીને સેવાનું કામ કરી રહ્યા હતા, આ દવાખાનું છેલ્લા ૪૮ વર્ષથી ચાલી રહ્યું છે, તેથી આ દવાખાનાને પાલનપુરના લોકો ચાર આના ના દવાખાના તરીકે ઓળખે છે, કારણ કે આ દવાખાનામાં ઘણા વર્ષોથી માત્ર ચાર આના માં જ લોકોની સારવાર કરવામાં આવે છે.
હાલમાં મોંઘવારી વધતા દવાખાનામાં તપાસનો એક રૂપિયો અને દવાના ત્રણ રૂપિયા કરવામાં આવ્યા છે. આ દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટર બેલા ત્રિવેદીએ કહ્યું હતું કે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દી જો પૈસા વગર પરેશાન થાય છે તો મારા કમાયેલા પૈસા કઈ કામના નથી, તેથી આ દવાખાનામાં છેલ્લા ઘણા સમયથી માત્ર એક રૂપિયામાં જ સારવાર કરવામાં આવે છે.
આ દવાખાનામાં જે લોકોને તાવ, શરદી, ઉધરસ, ગેસ અને એસીડીટી જેવી સમસ્યાઓ થઇ હોય તેવા લોકોની સારવાર કરવામાં આવે છે, તેથી દરેક લોકો આ ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માને છે, તેથી લોકો આ દવાખાનામાં મોટી સંખ્યામાં સારવાર માટે આવે છે
અને તે દરેક લોકો આ દવાની મદદથી તૈયાર પણ થોડા જ સમયમાં થઇ જતા હોય છે. આથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ આ દવાખાનામાંથી માત્ર એક રૂપિયાના ખર્ચે તૈયાર થતા હોય છે.