છેલ્લા ૨૫ વર્ષથી એકલવાયું જીવન જીવતા બા ને મળ્યો અજાણ્યા યુવકોનો સાથ કે જે તેમની માટે હવે દીકરાની જવાબદારીઓ નિભાવશે… – GujjuKhabri

છેલ્લા ૨૫ વર્ષથી એકલવાયું જીવન જીવતા બા ને મળ્યો અજાણ્યા યુવકોનો સાથ કે જે તેમની માટે હવે દીકરાની જવાબદારીઓ નિભાવશે…

દીકરાઓ માતા પિતાના ઘડપણનો સહારો હોય છે, પણ જે માતા પિતાને દીકરા નથી હોતા તેમની ઘડપણ ખુબજ તકલીફમાં વીતે છે, કારણ કે જીવનમાં કોઈના કોઈના સાથની તો જરૂર પડે જ છે. અમદાવાદના વસંત બા ની સ્થિતિ પણ આવી જ છે.

તે છેલ્લા ૨૫ વર્ષથી એકલા પોતાનું જીવન વિતાવી રહયા છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ જ છે, કોઈ દીકરો નથી.દીકરીઓને મોટી કરીને સાસરે મોકલી અને પતિનું પણ મૃત્યુ થઇ જતા તે એકલા પડી ગયા. તેમનાથી જે કામ થતું હતું એટલો સમય કામ કર્યું અને હવે કામ ના થતા તેમને ખાવા પીવામાં ખુબજ તકલીફ પડી રહી છે.

જીવન જરૂરિયાતની નાની મોટી વસ્તુઓ પણ નથી ખરીદી શકતા. તેમની સ્થિતિ જોઈને આજુ બાજુ વાળા લોકો તેમની મદદ કરે છે.જેનાથી હાલ તો તેમનું ગુજરાન ચાલી જાય છે. વસંત બાની સ્થિતિ જોઈને તેમાં પાડોશમાં રહેતી મહિલાએ સમાજ સેવા કરતા યુવકોને ફોન કર્યો અને મદદ માંગી હતી.

તો તે યુવકો પણ તેમની મદદ કરવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા. તો તે યુવકોએ દાદીઈ સ્થિતિ જોઈને તેમને કરિયાણાની મદદ કરવાનું નકી કર્યું. તે યુવકોએ વસંત બા ને કહ્યું કે.

તે તેમને દર મહિને કરિયાણું પહોંચાડી જશે. જેનાથી તેમને ખાવા પીવામાં કોઈપણ જાતની તકલીફ નહિ પડે. દાદીએ આટલી મદદ મળતા તે ખુબજ ખુશ થઇ ગયા હતા. તે યુવકોએ આજે વસંત બા માટે દીકરાઓની ફરજ નિભાવી. તેમને કહ્યું કે જ્યારે સુધી તેમની સગવડ હશે ત્યાર સુધી તેમને મદદ કરશે.

Credit By – SARVA SAMARTH FOUNDATION,GOOGLE PAY :- 9737879754, PHONE PAY :- 9737879754, BANK DETAILS , Bank Name : IDFC BANK , Name : Sarva Samarth Foundation,( Saving Account ), Account Number:- 10071354099, IFSC :- IDFB0040317, MICR Code : 380751014, Branch :- Rakhiyal , Ahmedabad, Helpline Number : 9737879754