ચોર ચોરી તો કરી ગયો, અને કબાટમાં પત્ર મુકતો ગયો પત્રમાં જે લખેલું હતું તે વાંચીને તે ઘરના સભ્યો રડવા લાગ્યા જાણો એવું તો શું લખ્યું હતું પત્રમાં. – GujjuKhabri

ચોર ચોરી તો કરી ગયો, અને કબાટમાં પત્ર મુકતો ગયો પત્રમાં જે લખેલું હતું તે વાંચીને તે ઘરના સભ્યો રડવા લાગ્યા જાણો એવું તો શું લખ્યું હતું પત્રમાં.

આપણે એવા કેટલાય ચોરીના કિસ્સાઓ ઘણા સાંભળ્યા જ હશે અને જેના પણ ઘરમાં ચોરી થાય છે ત્યારે તે પરિવારને ઘણું દુઃખ થતું હોય છે. તેવામાં હાલમાં એક એવા જ ચોરીનો બનાવ બન્યો છે જેને સાંભળીને તમે પણ હેરાન થઇ જશો. ગમે તેવી ચોરીમાં ચોરાયેલો માલ પાછો આવવાની સંભાવના કોઈ દિવસ નથી હોતી અને ચોરી કરીને ચોર પણ ત્યાંથી નાસી જતા હોય છે.

હાલમાં ચોરીનો એક એવો કિસ્સો થયો છે જેમાં ચોર ચોર કરીને જતો રહ્યો હતો અને એક ભાવનાત્મક પત્ર લખીને ગયો હતો. આ બનાવ મધ્યપ્રદેશના ભીંડમાં થયો છે અને અહીંયા

ચોર ચોરી કરીને તેના પછી એક પત્ર લખીને ગયો હતો. આ ચોરે તેના પત્રમાં એવું લખ્યું હતું કે, તમે ટેન્શન ના લો, તમારા પૈસા મારી પાસે વ્યવસ્થા થશે એટલે હું તમારા ઘરે આવીને મૂકી જઈશ.

અ બનાવમાં એક મહિલા જે તેના મોસરમાં ગઈ હતી અને ત્યાંથી તે પરત આવી ત્યારે તેના ઘરના તાળાઓ તૂટેલા હતા અને આ મહિલાએ ઘરમાં જઈને જોયું ઘરમાં કબાટમાં રાખેલા સોનાના અને ચાંદીના ઘરેણાં ત્યાં હતા જ નઈ અને ત્યાં કબાટમાં એક પત્ર મળ્યો હતો જેમાં જે લખેલું હતું તે વાંચીને તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

આ પત્રમાં એવું લખેલું હતું કે. જય હિન્દ, જય ભારત મેં મારા મિત્રની જિંદગી બચાવવા માટે આ ચોરી કરી હતી. પણ તમે ટેન્શન ન લો, જયારે મારી પાસે પૈસા આવશે ત્યારપછી હું તમારા ઘરે આવીને પૈસા મૂકી જઈશ. મેં આ ચોરી મારા મિત્રનો જીવ બચાવવા માટે આ ચોરી કરી હતી અને છેલ્લે એવું લખ્યું હતું મને માફ કરશો.