ચોટીલામાં આજે પણ ઝરીયા મહાદેવ સાક્ષાત બિરાજમાન છે, મંદિરમાં આવેલા સ્વયંભૂ શિવલિંગના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે. – GujjuKhabri

ચોટીલામાં આજે પણ ઝરીયા મહાદેવ સાક્ષાત બિરાજમાન છે, મંદિરમાં આવેલા સ્વયંભૂ શિવલિંગના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે.

ગુજરાતમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને દરેક ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે, આજે આપણે એક તેવા જ મંદિરની વાત કરીશું, આ મંદિર ચોટીલા પંથકની ભૂમિ પર આવેલું છે, આ મંદિરમાં ઝરીયા મહાદેવ આજે પણ હાજરા હજુર બિરાજમાન છે.

આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરતાંની સાથે જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, ટીલાના માંડવ વનમાં ઝરીયા મહાદેવનું મંદિર આવેલું છે, આ મંદિરના ઇતિહાસ વિષે વાત કરવામાં આવે તો આ મંદિરમાં આવેલા શિવાલયની મુખ્ય વિશેષતા એ હતી કે આ મંદિરમાં આવેલા શિવલિંગ પર દિવાલોમાંથી બારે માસ જળાભિષેક થાય છે.

આ શિવલિંગ પર થતા જળાભિષેકનું રહસ્ય હજુ સુધી કોઇ સમજી શક્યું ન હતું, ઝરીયા મહાદેવના મંદિરમાં એક બીજી ગુફા પણ આવેલી છે. આ અંધારી ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, આ મંદિરમાં ભક્તો શ્રાવણ મહિનામાં ખુબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરવાથી જ ભક્તો તેમની માનેલી બધી જ મનોકામનાઓ પુરી થાય છે.

આ મંદિરમાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ જળાભિષેક થાય છે એટલે તેના દર્શન કરવા માટે ભક્તો શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં આવે છે, આ મંદિર ચોટીલાથી આશરે પંદર કિલોમીટર દૂર થાનગઢ રોડ પર આવેલું છે, ઝરીયા મહાદેવના મંદિરમાં જે ભક્તો સાચા દિલથી દર્શન કરે છે તે દરેક ભક્તોનું જીવન મહાદેવ ખુશીઓથી ભરી દે છે.