ચુડાની ગર્ભવતી મહિલાને અચાનક જ પ્રસુતિનો દુખાવો ઉપડ્યો તો મહિલાને ૧૦૮ માં જ ડીલેવરી કરાવીને ૧૦૮ ના કર્મચારીઓ માતા અને બાળક માટે દેવદૂત બન્યા….
આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, ડોક્ટર દિવસ રાત મહેનત કરીને અનેક લોકોના જીવ બચાવતા હોય છે અને તેમને નવું જીવનદાન આપતા હોય છે, હાલમાં એકે તેવો જ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામમાંથી સામે આવ્યો હતો, ચુડા ગામમાં અવારનવાર ઘણા કિસ્સાઓ બનતા જોવા મળતા હોય છે.
આ બનાવની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ચુડા સાર્વજનિક હોસ્પિટલમાં ચુડામાં સામાન્ય વરસાદનું ઝાપટું પડવાના કારણે આખા ગામમાં લાઈટ બંધ થઇ ગઈ હતી અને તે સમયે અચાનક જ ચુડા ગામની એક ગર્ભવતી મહિલાને પ્રસુતિનો દુખાવો ઉપડ્યો તરત જ મહિલાને સારવાર માટે પરિવારના લોકો ચુડાની સાર્વજનિક હોસ્પિટલમાં પ્રસુતિ માટે લાવ્યા હતા.
ચુડાની સાર્વજનિક હોસ્પિટલમાં લાઈટ ન હતી અને જનરેટર હોવા છતાં પણ ત્યાં ફરજ બજાવતા વ્યક્તિએ જણાવ્યું કે જનરેટર પણ બંધ છે, તે સમયે કીર્તિબેનને પણ પ્રસુતિનો અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો તો તાત્કાલિક જ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં બેસાડીને પ્રસુતિ માટે લીંબડી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા પણ થયું એવું કે હોસ્પિટલ પહોંચે તેની પહેલા જ મહિલાને ૧૦૮ માં પ્રસુતિ કરાવી પડી હતી.
કીર્તિબેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો અને હાલમાં માતા અને બાળકી બંને એકદમ સ્વસ્થ હોવાનું ૧૦૮ ના કર્મચારીઓએ જણાવ્યું હતું, ત્યારબાદ કીર્તિબેનને સામાન્ય સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.