ચીખલીના કરણે કોન બનેગા કરોડપતિની ૧૪ મી સીઝનમાં ૧૪ પ્રશ્નોના સાચા જવાબ આપીને ૫૦ લાખ રૂપિયા જીતી લીધા અને હવે તેમાંથી પરિવારનું સપનું પૂરું કરશે…. – GujjuKhabri

ચીખલીના કરણે કોન બનેગા કરોડપતિની ૧૪ મી સીઝનમાં ૧૪ પ્રશ્નોના સાચા જવાબ આપીને ૫૦ લાખ રૂપિયા જીતી લીધા અને હવે તેમાંથી પરિવારનું સપનું પૂરું કરશે….

હાલના સમયમાં ઘણા એવા લોકોના નસીબ એવા ચમકી જતા હોય છે કે તેઓ એક જ રાતમાં લખપતિ બની હતા હોય છે. એવામાં ઘણા લોકો એવા છે જે પૈસા કમાવવા માટે દિવસ રાત એક કરતા હોય છે અને લખપતિ બનતા હોય છે.

આજે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓએ કોણ બનેગા કરોડ પતિમાં નવસારીના ઘેજ ગામના રહેવાસી છે.આ યુવક ૨૬ વર્ષના છે અને તેમનું નામ કરણ છે, તેઓએ કેમિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે આ સાથે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરી રહ્યા છે.

કરણને ઘણા સમયથી KBC માં જવાની ઘણી ઈચ્છા હતી તો તેઓએ કેટલાક પ્રયત્નો પણ કર્યા હતા. હાલમાં KBC ની ૧૪ મી સીઝન ચાલી રહી છે અને હાલમાં તે હોટ સીટ પર બેસવા માટે મોકો મળ્યો હતો.

તેઓ ત્યાં ગયા અને પછી ત્યાં અમિતાભ બચ્ચન સામે બેસીને ગેમ રમ્યા હતા, જેમાં તેઓએ ૧૪ જેટલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેઓએ ૧૫ મોં પ્રશ્ન થોડો અઘરો લાગ્યો હતો અને તેથી જ તેઓએ ગેમમાંથી કવીટ થઈને બહાર થઇ ગયા હતા.

તેઓએ આ બધા જ જવાબો ફટાફટ આપ્યા હતા અને ૫૦ લાખ રૂપિયાની રાશિ જીતી લીધી હતી.આમ કરણે આ રાશિ જીતી લીધી તો તેમના પરિવાના બધા જ લોકો એટલા ખુશ થઇ ગયા કે તેમની ખુશીની કોઈ પાર જ નહતો રહ્યો.

આમ આવી જ રીતે તેઓએ તેમના પરિવારનું સપનું પૂરું કર્યું હતું, આમ તેઓએ KBC માં આ મોટી રકમ જીતીને તેઓએ તેમના ગામનું નામ રોશન કર્યું હતું. કરણે જીતેલા પૈસાથી તેઓ તેમના ભાઈને અભ્યાસ કરાવશે અને પરિવારનું સપનું પૂરું કરશે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.