ચા નાસ્તો કરીને બસ ચાલક ૩૫ થી ૪૦ પેસેન્જર સાથે આગળની મુસાફરી ચાલુ કરી પણ થોડે દૂર જતા જ જે થયું તે ખરેખર ચોંકાવનારું હતું. – GujjuKhabri

ચા નાસ્તો કરીને બસ ચાલક ૩૫ થી ૪૦ પેસેન્જર સાથે આગળની મુસાફરી ચાલુ કરી પણ થોડે દૂર જતા જ જે થયું તે ખરેખર ચોંકાવનારું હતું.

અત્યારના સમયમાં દરેક લોકો હરવા ફરવાનું વધારે પસંદ કરતા હોય છે ત્યારે અનેક રોડ અકસ્માત પણ જોવા મળતા હોય છે જેમાં આજે અમે તમને એક એવા રોડ અકસ્માતની વાત કરવાના છીએ જે જાણીને તમારી આંખો ભીની થઈ જશે.જે ઘટના મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બની હતી જેમાં ઇન્દોર ખરગોનની વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો.જેમાં એક બસમાં ૪૦ જેટલા મુસાફરો સવાર હતા જેમાં બાળકો મહિલાઓ અને પુરુષો હતા જે બસ ચાલાક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ નર્મદા નદીમાં જઈને પડી હતી.

જે ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જેમાં અત્યાર સુધીમાં ૧૩ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જેમાં મૃતદેહની હજુ ઓળખ થઈ નથી.

આ ઘટનાની જાણ થતા ઇન્દોર અને ધારથી NDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી હાલ સ્થાનિક લોકોના કહેવા મુજબ તે પુલ ખુબજ જૂનો હોવાનું જાણવા મળ્યું છે.આ બસ મહારાષ્ટ્ર રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગની હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના સ્થળ ઇન્દોરથી ૮૦ કિલો મીટર દૂર આવેલું છે.આ ઘટનાની જાણ થતા ખરગોનથી કલેક્ટર અને એસ પી પણ પહોંચ્યા હતા.અત્યારે તમામ મૃતદેહની શોધખોર ચાલુ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં હજુ એક પણ વ્યક્તિ જીવિત કે ઘાયલ કાઢવામાં આવ્યો નથી દરેક લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે જેમાં ભારે જહેમત બાદ બસને નદી માંથી બહાર કાઢી લેવામાં આવી છે.