ચાંદખેડાનો આ યુવક કેનાલમાં માછલીઓને ખવડાવતો હતો અને અચાનક તેનો પગ લપસતાં તે ડૂબવા લાગ્યો આ જોઈને CISFના જવાને પોતાના જીવની ચિંતા કર્યા વગર યુવકનો જીવ બચાવી નવું જીવનદાન આપ્યું. – GujjuKhabri

ચાંદખેડાનો આ યુવક કેનાલમાં માછલીઓને ખવડાવતો હતો અને અચાનક તેનો પગ લપસતાં તે ડૂબવા લાગ્યો આ જોઈને CISFના જવાને પોતાના જીવની ચિંતા કર્યા વગર યુવકનો જીવ બચાવી નવું જીવનદાન આપ્યું.

આપણે રોજબરોજ અવનવા ઘણા કિસ્સાઓ બનતા જોતા હોઈએ છીએ, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો નર્મદા કેનાલ પરથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે શુક્રવારના રોજ વહેલી સવારે એક યુવક પાણીમાં પડ્યો હતો.

તો તે યુવક બુમાબુમ કરવા લાગ્યો તો તેનો અવાજ સાંભળીને ૫૬ વર્ષનો એક વ્યક્તિ દોડીને કેનાલમાં કુદી પડ્યો હતો. આ જોઇને દરેક લોકો આશ્ર્યચકિત થઇ ગયા હતા, પોતાના જીવની ચિંતા કર્યા વગર પાણીમાં પડેલા યુવકને બચાવીને બહાર કાઢ્યો હતો, આ વ્યક્તિ એક સીઆઇએસએફના પોલીસ ઇન્સ્પેક્ટર હતા.

તેથી પરિવારના લોકોએ પોલીસ ઇન્સ્પેક્ટર શેરસિંગ દહીયાનો ખુશ થઈને દિલથી આભાર માન્યો હતો. આ ઘટનાની જાણ અડાલજ પોલીસને થઇ તો તરત જ ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવાની શરૂ કરી હતી. આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે નર્મદા કેનાલમાં શુક્રવારના રોજ વહેલી સવારે એક યુવક કેનાલમાં પડી ગયો હતો.

તે સમય દરમિયાન એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઇએસએફના ઇન્સ્પેક્ટર શેરસિંગ દહીયા પરિવારના લોકો સાથે મોંનિંગ વોક કરી રહ્યા હતા. ત્યાં લોકો જોરજોરથી બૂમો પાડતા હતા તે અવાજ દૂર વોક કરતા શેરસિંગ સાંભળી ગયા તો તે તરત જ ઘટનાસ્થળે આવી ગયા અને કેનાલમાં પડતુ મુક્યું તો તે જોઈને ત્યાં હાજર દરેક લોકો ચકિત થઇ ગયા.

પાણીમાં ડુબી ગયેલા યુવકને ઇન્સ્પેકટર શેરસિંગેએ બચાવીને બહાર કાઢ્યો તો તે જોઈને ત્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા, ત્યારબાદ તે લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, આ યુવકનું નામ સોહમ હરીહર મિશ્રા હતું.

આ યુવક અમદાવાદના ચાંદખેડાનો રહેવાસી હતો, સોહમ હરીહર તેના મિત્રો સાથે માછલીઓને ખવડાવવા માટે નર્મદા કેનાલમાં ગયો હતો, તે સમયે તેનો પગ લપસી ગયો એટલે તે પાણીમાં ડૂબી ગયો, તેના મિત્રોને તરતા આવડતુ ન હતું એટલે તે લોકો કેનાલમાં કૂદયા ન અને મદદ માટે બુમાબુમ કરી રહ્યા હતા, આ અવાજ સાંભળીને સીઆઇએસએફના ઇન્સ્પેક્ટર પાણીમાં કૂદી પડ્યા અને સોહમ મિશ્રાને બચાવી લીધો હતો.