ચકચારી મચાવી દે તેવી ઘટના, DJ માં નાચતા નાચતા યુવકનું મૃત્યુ, ડોકટરે કહ્યું આ હાર્ટએટેક નથી પણ આ કારણથી યુવકનો જીવ ગયો છે…. – GujjuKhabri

ચકચારી મચાવી દે તેવી ઘટના, DJ માં નાચતા નાચતા યુવકનું મૃત્યુ, ડોકટરે કહ્યું આ હાર્ટએટેક નથી પણ આ કારણથી યુવકનો જીવ ગયો છે….

હાલ દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે જેમાં દરેક પરિવારમાં શુભ પ્રસંગની ખુશી કંઈક અલગ જ જોવા મળતી હોય છે.જ્યારે પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી લોકો ધામ ધૂમ ખર્ચ પણ કરતા હોય છે ત્યારે અત્યારના આધુનિક સમયમાં દરેક લોકો કંઈક ને કંઈક અનોખું કરવાનું વિચારતા હોય છે.

જેથી તેમને પોતાના ઘરે આવેલો શુભ પ્રસંગ યાદગાર બની જતો હોય છે.ત્યારે અનેક પરિવારમાં લગ્નની ખુશીમાં ઘોડા પર વરઘોડા પણ નીકરતા હોય છે.ત્યારે આજે અમે તમને એક એવી જ ઘટના વિષે વાત કરવાના છીએ.

જેમાં એક યુવક મિત્રના લગ્નમાં ખુબજ ઉત્સાહી થઈને ડાન્સ કરી રહ્યો હતો પરંતુ અચાનક તેની સાથે જે થયું તે જાણીને લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.જે ઘટના મધ્યપ્રદેશના તાજપુરથી સામે આવી છે.

જેમાં વિજયનો વરઘોડો નીકરતા ૧૮ વર્ષીય લાલસિંહ ઉત્સાહ ભેર નાચવા લાગ્યો હતો અને મિત્રો સાથે DJ ની પાછળ લાલસિંહ નાચી રહ્યો હતો તે સમયે પોતાના મોબાઈલથી વિડિઓ પણ ઉતારી રહ્યો હતો.તે સમયે લાલસિંહ અચાનક બેભાન થઈને નીચે પડી ગયો હતો ત્યારે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ડોક્ટરે લાલસિંહને મૃત જાહેર કર્યા હતા જયારે PM માં ખુલાસો થયો હતો કે લાલસિંહના હૃદયમાં લોહી જામી ગયું હતું.વધુ પડતા DJ ના અવાજના કારણે આવું થઈ શકે છે તેવું ડોક્ટરે જણાવ્યું હતું.

જયારે વધારે અવાજથી DJ વાગે છે ત્યારે શરીરની સામાન્ય ગતિ વિધિઓ તેજ થઈ જાય છે જે લગ્ન પ્રસંગમાં વધારે પડતો અવાજ હાનિકારક સાબિત થયો છે જે દરેક DJ ના રસિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.