ઘરમાં ઘૂસેલા યુવકે દીકરી પર નજર બગાડી તો,માતાએ બહાદુરી બતાવી શખ્સની કરી ખરાબ હાલત….. – GujjuKhabri

ઘરમાં ઘૂસેલા યુવકે દીકરી પર નજર બગાડી તો,માતાએ બહાદુરી બતાવી શખ્સની કરી ખરાબ હાલત…..

‘નારી શક્તિ’ વાક્ય વાંચતા જ વિચાર આવે છે કે નારી કઈ પણ કરી શકે છે.ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીના મહેબાગંજમાં દીકરી પર બળાત્કાર કરવાના પ્રયાસમાં માતાએ ચાકુથી આરોપીનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો.યુવક હાલ ગંભીર રીતે ઘાયલ છે.મહિલાએ આરોપ લગાવ્યો છે કે યુવક અચાનક જ ઘરમાં ઘુસી આવ્યો હતો અને તેની 14 વર્ષીય દીકરી પર રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.માતાના જણાવ્યા અનુસાર તે દિવસે સવારે આખો પરિવાર ખેતરમાં કામ કરવા ગયો હતો.દીકરી ઘરે એકલી હતી.આ દરમિયાન બાજુની ગલીમાં રહેતો એક યુવક ઘરમાં ઘુસી આવ્યો હતો અને દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો.દીકરી બૂમો પાડવા લાગી અને ત્યારે જ તે ખેતરથી ઘરે પોહચી હતી.

માતાએ આગળ કહ્યું કે દીકરી ઘરમાં અસ્ત-વ્યસ્ત હાલતમાં જોવા મળી હતી.તે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરતી હતી.જોકે આરોપીએ તેને પકડી લીધી હતી.તે દોડીને અંદર ગઈ.તે આરોપીએ પછી તેની પર હુમલો કરી દીધો.

યુવકના માથે હેવાનિયતનું ભૂત સવાર હતું.તે તેને મારીને દીકરી પર બળાત્કાર ગુજારવા માગતો હતો.તેને પણ યુવકને માર મારવાનો પ્રયાસ કર્યો.તેણે પોતાના કપડાં ઉતારવાનું શરુ કર્યું.તેને એવું લાગ્યું કે હવે તે હારી જશે ત્યારે તે રસોડામાં ગઈ અને ચાકુ લઈને પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો.તમને જણાવીએ કે મહિલા અંદાજે 40 મિનિટ સુધી નરાધમ સામે લડી હતી.

આ દરમિયાન પરિવારના અન્ય સભ્યો પણ આવી પોહ્ચ્યા.તેમણે પણ યુવકને બરાબરનો મેથીપાક ચખાડ્યો.માતાએ એમ પણ કહ્યું હતું કે તેને પ્રાઇવેટ પાર્ટ કાપવાનો કોઈ અફસોસ નથી.તે સમયે તેનો ગુસ્સો આસમાને હતો અને તે આવા લોકોને આ રીતની જ સજા આપવા માગતી હતી.હવે તે કોઈને પોતાની હવસનો શિકાર બનાવી શકશે નહીં.

ગામ લોકોના કહેવા મુજબ આરોપી યુવકનું નામ હરિશંકર છે.ગામના કેટલાક લોકો પણ નજીક ખેતરમાં કામ કરતાં હતા.આ જ સમયે તેમણે લડાઈનો અવાજ સાંભળ્યો હતો.તેઓ દોડીને પહોંચ્યા તો ઘરમાં એક યુવક લોહીથી લથપથ હાલતમાં પડ્યો હતો.તરત જ યુવકના પરિવાર તથા પોલીસને માહિતી આપવામાં આવી હતી.

સાથે 14 વર્ષીય સગીરાએ જણાવ્યું કે સવારે 10 વાગ્યાની આસપાસ તે ઘરમાં એકલી હતી.તેની માતા તથા પરિવાર ખેતરમાં ગયો હતો.આ દરમિયાન આરોપી યુવક ઘરમાં ઘુસી આવ્યો હતો.તેણે તેને જોરથી પકડી રાખી હતી અને જબરજસ્તી કરવા લાગ્યો હતો.તેણે યુવકના કપડાં ફાડી નાખ્યા હતા અને બૂમો પાડી હતી.ત્યારે જ અચાનક તેની માતા આવી ગઈ હતી અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

અત્રે જણાવીએ કે યુવકની સારવાર કરનાર ડૉકટરે જણાવ્યું કે યુવકની હાલત ગંભીર છે.તેને પ્રાઇવેટ પાર્ટ પર આઠ ટાંકા આવ્યા છે.ત્રણ કલાક સુધી સ્થિતિ ક્રિટિકલ હતી.તેને વધુ સારવાર માટે લખનઉની મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે જણાવ્યું કે આરોપી યુવક મજૂરી કામ કરે છે.તેના આઠ વર્ષ પહેલાં લગ્ન થયા હતા.બે બાળકો છે.આ કેસની તપાસ ચાલી રહી છે.