ઘણા વર્ષો પછી પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવારે દીકરીને હેલીકૉપટરમાં બેસાડીને તેને વધાવી લીધી તો આ સ્વાગત જોવા આખું ગામ ઉમટી પડ્યું. – GujjuKhabri

ઘણા વર્ષો પછી પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવારે દીકરીને હેલીકૉપટરમાં બેસાડીને તેને વધાવી લીધી તો આ સ્વાગત જોવા આખું ગામ ઉમટી પડ્યું.

જયારે પરિવારમાં દીકરીનો જન્મ થાય ત્યારે પરિવાર નિરાશ થઈ જતો હતો તેવું દરેક લોકોએ જોયું જ હશે.પરંતુ હવે તેવું કઈ જ રહ્યું નથી દીકરીને માતા પિતાની લાડલી માનવામાં આવે છે અને દીકરીના જન્મથી ખુશીઓ મનાવામાં આવે છે.અમુક એવા પણ લોકો છે જે દીકરીના જન્મને માતા લક્ષ્મીનો અવતાર સમજીને ઘરે ભવ્ય સ્વાગત કરતા હોય છે.ત્યારે તેને લઈને એક ઉદાહરણ સામે આવ્યું છે જે મહારાષ્ટ્રના પુણેમાં દીકરીના જન્મથી પરિવારમાં એટલી ખુશી આવી.

તેમના સ્વાગત માટે ભવ્ય તૈયારી કરવામાં આવી અને હેલીકૉપટર દ્વારા તેને ઘરે લાવવામાં આવી હતી.તે પરિવારે દીકરીના સ્વાગત માટે અનોખી તૈયારી કરી હતી.કારણ કે નવજાત શિશુ પરિવાર માં પહેલી દીકરી હતી.

આ બાળકીનો જન્મ ૨૨ જાન્યુંવારીના રોજ પોતાની માતાના ઘરે ભોંસારીમાં થયો હતો.ત્યારે તે બાળકીને ઘરે લાવવા માટે એક હેલીકૉપટર ભારે લીધું હતું.ત્યારે દીકરીના પિતાએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં ક્યારેય દીકરી નો જન્મ નથી થયો પરંતુ તેનો જન્મ થતા તેમના પિતા અને માતા ખુબજ ખુશ હતા.

તેથી તેમને તેમની દીકરીનો ગૃહ પ્રવેશ અનોખી રીતે કરવાનું નક્કી કર્યું હતું.તેથી જ તેમને દીકરીને ઘરે લાવવા માટે હેલીકૉપટરની વ્યવસ્થા કરી.તે હેલીકૉપટર એક લાખમાં ભાડે લીધું અને તેમની દીકરીને બેસાડીને ઘરે લાવ્યા હતા.તે જાણીને સમાજમાં પણ પડઘા પડ્યા છે અને લોકો આ પરિવારને આ કામ જોઈને બિરદાવી રહ્યા છે.દીકરીને સ્વાગતમાં ફૂલોની માળાથી કરવામાં આવ્યું હતું.