ગ્રીષ્મા વેકરિયાના મૃત્યુ પછી હાલ ફેનિલે હચમચાવી દે એવો ખુલાસો કર્યો હવે આગળ આવું થશે. – GujjuKhabri

ગ્રીષ્મા વેકરિયાના મૃત્યુ પછી હાલ ફેનિલે હચમચાવી દે એવો ખુલાસો કર્યો હવે આગળ આવું થશે.

૧૨ ફેબ્રુઆરીનો દિવસ વેકરીયા પરિવાર માટે કાળ બનીને આવ્યો હતો, કેમ કે, આ પરિવારની ૨૧ વર્ષની દીકરી ગ્રીષ્મા વેકરીયાનું એક તરફી પ્રેમી ફેનિલ નામના યુવકે દીકરીને ગળામાં ઘા કર્યા હતા એટલે તેનું મૃત્યુ થઇ ગયું હતું.

આ દીકરી સુરતના પાસોદરામાં રહેતી હતી અને તેના પછી આખું સુરત સહીત ગુજરાત પણ આ દીકરીને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે.હાલમાં પોલીસ પણ ઝાપડીથી આ કેસમાં કાર્યવાહી કરી રહી છે અને આ ઘટનાના થોડા જ દિવસોમાં ૨૫૦૦ પેજની ચાર્જશીટ પણ બનાવી દીધી હતી.

જયારે ફેનિલને કોર્ટમાં પહેલા લઇ જવામાં આવ્યો તો તેને ગુનો કાબુલવાની જ ના કહી દીધી હતી. તેના પછી તેને વિડિઓ કોન્ફ્રન્સની કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો, જેમાં તેને આજની તારીખ આપવામાં આવી હતી.

આ કેસને ગ્રામ્ય કોર્ટથી સુરત કોર્ટમાં લાવવામાં આવ્યો છે, તેની સાથે સાથે આ કેસ ડે ટુ ડે ચાલે એવી સુનાવણી પણ કરવામાં આવી છે. શુક્રવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે, જે સમયે આ ઘટના બની એ દિવસે ગ્રીષ્મા કોલેજમાં પણ ગઈ હતી અને તેની કેટલીક તસવીરો પણ હાલમાં જોવા મળી હતી.

એ દિવસે દીકરીને ક્યાં ખબર હતી, એ દિવસ તેનો છેલ્લો દિવસ છે.તેના પછી પોલીસે ફેનિલને પકડ્યો હતો અને રોજે રોજ કેટલાય જુદા જુદા ખુલાસાઓ પણ થઇ રહ્યા છે, આ ઘટનાને જોઈને બધા જ લોકો હચમચી જ ગયા છે. જેમાં પોલીસે ઘટના પછી બધી જ તપાસ કરી હતી અને પછી ચાર્જશીટ બનાવી દીધી હતી.