ગોવિંદભાઈ ધોળકિયાએ સ્વાતંત્ર દિવસના દિવસે શહીદ થયેલા ૭૫૦ સેનાના જવાનોના પરિવારને પોતાના ખર્ચે સોલાર પેનલ લગાડી આપશે. – GujjuKhabri

ગોવિંદભાઈ ધોળકિયાએ સ્વાતંત્ર દિવસના દિવસે શહીદ થયેલા ૭૫૦ સેનાના જવાનોના પરિવારને પોતાના ખર્ચે સોલાર પેનલ લગાડી આપશે.

દેશમાં આપણે સેનાના જવાનોને જોતા હોઈએ છીએ જે દેશની સેવા કરવા માટે ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે અને દેશની સેવા કરતા હોય છે, ઘણા સેનાના જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ પણ થઇ જતા હોય છે, શહીદ થયેલા જવાનના પરિવારના લોકોને ઘણી મોટી મોટી સંસ્થાઓ મદદ માટે આગળ આવતી હોય છે.

હાલમાં એક તેવી જ સુરતની ડાયમંડ કંપની શહીદ જવાનોના પરિવારના લોકોને મદદ માટે આગળ આવી હતી, સુરતની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ સંચાલિત એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજવંદનના દિવસે દેશના ૭૫૦ શહીદ થયેલા જવાનોના ઘર પર સોલાર પેનલ લગાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એસઆરકે ના ફાઉન્ડર ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવતા કહ્યું હતું કે પરિવારમાં કોઈપણ નિર્ણય લેવાનો હોય ત્યારે પરિવારના દરેક લોકો બેસીને નિર્ણય કરતા હોય છે, તેથી પરિવારના લોકોએ બેસીને નક્કી કર્યું કે આઝાદીના અમૃત મહોત્સવ માટે પણ કઈંક કરવું જોઈએ, ત્યારબાદ પરિવારના લોકોએ નિર્ણય લીધો કે દેશની સેવા કરવા પાછળ જવાનો પોતાનો જીવ પણ આપી દેતા હોય છે.

તેથી શહીદ જવાનના પરિવાર માટે કઈંક કામ કરવું જોઈએ. તે વિચાર પરથી નક્કી કરવામાં આવ્યું હતું કે ૭૫૦ શહિદ પરિવારોના ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવશે જેથી તે પરિવારના લોકોને આવતા પચ્ચીસ વર્ષ સુધી લાઈટ બિલ ભરવું નહીં પડે, તેથી ધ્વજવંદનના કાર્યક્રમ સમયે શહીદ જવાનના દસ પરિવારના લોકોને સોલાર પેનલ આપવામાં આવી હતી.

આમ તો ભારત દેશમાં બાવીસ હજાર શહીદ પરિવાર છે તેમાંથી ૭૫૦ પરિવાર જરૂરિયાતમંદ હતા એટલે તે પરિવારના લોકો માટે સોલર પેનલની વ્યવસ્થા કરવામાં આવી હતી, ગોવિંદભાઈ ધોળકિયાના આ નિર્ણયથી ગરીબ અને જરૂરિયાતમંદ એમ ૭૫૦ શહીદ જવાનના પરિવારના લોકોને સોલાર પેનલ મળશે.