ગોરી મેમને ફરતા ફરતા થઇ ગયો દસમું નાપાસ રીક્ષાવાળા સાથે પ્રેમ, કરી લીધા તેની સાથે લગ્ન એક જ ઝટકામાં રિક્ષાવાળાનું નસીબ બદલાઈ ગયું… – GujjuKhabri

ગોરી મેમને ફરતા ફરતા થઇ ગયો દસમું નાપાસ રીક્ષાવાળા સાથે પ્રેમ, કરી લીધા તેની સાથે લગ્ન એક જ ઝટકામાં રિક્ષાવાળાનું નસીબ બદલાઈ ગયું…

આપણા જીવનમાં એવા કેટલાય પ્રસંગો બનતા હોય છે જે આપણા આખા જીવનને ખુશીઓમાં ફેરવી નાખે છે. તેવો જ એક કિસ્સો જેમાં દસમું નાપાસ રણજિતસિંહ રાજનું ભાગ્ય થોડાક જ દિવસોમાં બદલાઈ ગયું હતું

અને તેથી તે સીધો સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયો. આ કિસ્સો જયપુરના એક ગરીબ પરિવારમાં જન્મેલા રણજીતસિંહની છે. જેને કોઈ દિવસ સપનામાંએ નહતું વિચાર્યું કે તે કોઈ દિવસ વિદેશમાં જશે. રણજિતસિંહ રાજ જયપુરમાં ઓટો ચલાવીને તેનું જીવન જીવતો હતો.

રણજીતસિંહ રાજની સાથે જે થયું તે ખરેખર એક હિન્દી ફિલ્મ જેવું જ લાગે છે. રણજિતસિંહ રાજ કહ્યું હતું કે તે ખૂબ જ ગરીબ પરિવારનો હતો. જેના લીધે તે પૂરતું ભણી પણ શક્યો નહતો અને તે ૧૦ મુ નાપાસ થયો

તેથી જ તેને શિક્ષણ છોડી દીધું હતું. જયારે રણજિતસિંહ રાજ ૧૬ વર્ષનો હતો તેવામાં તેણે ઓટો ચલાવવાની શરૂઆત કરી દીધી હતી. જેથી તે ઘણાં વર્ષોથી જયપુરમાં જ ઓટો ચલાવતો હતો.

વર્ષ ૨૦૦૮ માં રાજને અંગ્રેજી પણ શીખી અને તે પછી પર્યટનનું કામ ચાલુ કર્યું હતું, તેને પોતાની કંપની બનાવી અને રાજસ્થાનની મુલાકાત માટે આવતા વિદેશી પ્રવાસીઓને ફેરવતો હતો. તેવામાં રાજની પાસે એક યુવતી આવી અને તે ફ્રાન્સથી ભારતની મુલાકાતે આવી હતી. રાજ તેમને જયપુર બતાવવા લઈ ગયો અને ત્યાં તે બંનેને પ્રેમ થઈ ગયો.

ત્યારબાદ આ યુવતી જ્યારે પાછી નીકળી ત્યારે અમે સ્કાયપે ઉપર વાત કરતા હતા અને પછી અમે પ્રેમમાં પડી ગયા હતા. ત્યારબાદ મેં ફ્રાન્સ જવા માટે કેટલીય વખતે પ્રયાસ પણ કર્યો હતો પણ વિઝા નહતો મળ્યો અને તેથી તેની ગર્લફ્રેન્ડ ભારત આવી હતી અને બંનેએ ફ્રેન્ચ એમ્બેસીની બહાર ધરણા કર્યા હતા. તેવી જ રીતે ૩ મહિના પછી ફ્રાન્સનો ટૂરિસ્ટ વિઝા પણ મળ્યો હતો.

ત્યારબાદ આ બંનેએ વર્ષ ૨૦૧૪ માં બંનેના લગ્ન થયા અને તેમને એક સંતાન પણ થયું હતું. રાજે દિલ્હીના એલાયન્સ ફ્રાન્સીસમાં ક્લાસ લીધા હતા ત્યારબાદ તે પરીક્ષા પણ આપી હતી પછી એક પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું. તેવી જ રીતે તે જયપુરથી ફ્રાન્સ સુધી પહોંચ્યો હતો. ત્યાં જઈને તે એક રેસ્ટોરન્ટમાં કામ કરે છે. રાજાએ ત્યાં જઈને તેનું પોતાનું રેસ્ટોરન્ટ ખોલવાનું સ્વપ્ન છે.