ગોધરામાં યોજાયેલા ડાયરામાં કમાએ મચાવી દીધી ધૂમ,લોકોએ કમાની ધમાલ જોઈને રહી ગયા દંગ…. – GujjuKhabri

ગોધરામાં યોજાયેલા ડાયરામાં કમાએ મચાવી દીધી ધૂમ,લોકોએ કમાની ધમાલ જોઈને રહી ગયા દંગ….

ગોધરાના ઓરવાડા ગામે યોજાયેલા ભવ્ય લોકડાયરામાં લોકગાયક જિજ્ઞેશ કવિરાજ તેમજ સોશિયલ મીડિયા સેલિબ્રિટી કમાના સથવારે પ્રેક્ષકો ઝૂમી ઊઠ્યા હતા.કમાએ ફરી એકવાર પોતાના મન પસંદ ગીત પર કવીરાજ સાથે ધૂમ મચાવી હતી.કવિરાજે “રસિયો રૂપાળો રંગ રેલિયો” ગીતના તાલે કમલેશ કોઠારિયા ઉર્ફે કમાની સાથે ધૂમ મચાવી હતી.

આ દરમિયાન 10 હજારથી વધુ પ્રેક્ષકો હાજર રહ્યા હતા.પંચમહાલ જિલ્લાના ઓરવાડા ખાતે શ્રી ગુરુ શિવાનંદજી સેવા ટ્રસ્ટ તથા ઓરવાડાના ગ્રામજનો દ્વારા બાબા રામદેવજી તથા મહાસતી જસમા માતાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે ગોધરાના સાંઈ ક્રિષ્ના ઇવેન્ટસ એન્ડ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ગ્રુપના સથવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર કમો રહ્યો હતો અને ખરેખર હવે તો કમો સેલિબ્રેટી બની ગયો છે.જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર કમાની જ બોલબાલા છે.ભલે સોશિયલ મીડિયામાં તેની ચર્ચાઓ ઓછી થઇ રહી હોય પરંતુ લોકોના દિલો અને દિમાગમાં માત્ર કમો જ છે.

તમને જણાવીએ કે હાલમાં સોશિયલ મીડિયાની દુનિયામાં કમાની ચર્ચાઓ ખુબ જ ઓછી થઇ રહી છે કારણ કે તાજેતરમાં મોરબીની દુર્ઘટના ઘટી એટલે કમાની ચર્ચાઓ એક બાજુ રહી ગઈ હતી.સાથે હાલમાં જ ચૂંટણીની તારીખો જાહેર થતા જ માત્ર લોકોમાં ચૂંટણીનો માહોલ વિશે ચર્ચાઓ થઇ રહી છે.

તમને એ પણ જણાવી દઈએ કે ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે.આ વખતે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.