ગોધરાની આ દીકરીએ પહેલા જ પ્રયાસમાં આ મોટી પરીક્ષામાં સફળતા મેળવી,માતા-પિતાનું નામ રોશન કર્યું….. – GujjuKhabri

ગોધરાની આ દીકરીએ પહેલા જ પ્રયાસમાં આ મોટી પરીક્ષામાં સફળતા મેળવી,માતા-પિતાનું નામ રોશન કર્યું…..

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની દીકરી પંક્તિ સોનીએ પ્રથમ પ્રયાસ જ સિવિલ જજ બનીને ગોધરા શહેરને ગૌરવ અપાવ્યું છે.પંક્તિ સોનીના પિતા પ્રદિપ સોની અને માતા કેતકી સોની સામાન્ય પરિવારમાંથી આવે છે.પંક્તિ સોનીએ સિવિલ જજની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરવા બદલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રતાપસિંહ ચૌહાણ તથા ઈસી મેમ્બર અને મીડિયા કન્વીનર ડો.અજયભાઈ સોનીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

પંક્તિ સોનીએ શારદા મંદિર શાળા, લો કોલેજ ગોધરા, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, સોની સમાજ તથા પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.તેની આ સિદ્ધિ બદલ અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી છે.

શારદા મંદિર શાળામાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પંક્તિએ ગુજરાત યુનિવર્સિટીમાં બીબીએ કર્યું.ત્યારબાદ ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી ખાતે એમબીએ પૂર્ણ કર્યું.તમને જણાવીએ કે આ દરમિયાન પંક્તિ બીબીએ અને એમબીએમાં યુનિવર્સિટી રેન્કર બની.ત્યાર બાદ પણ પંક્તિએ ફરીથી ગોધરા આવીને અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને ગોધરા ખાતે આવેલી લો કોલેજમાં એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો અને ગોલ્ડ મેડલ સાથે પદવી હાંસલ કરી.

પંક્તિ એ ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ સિવિલ જજની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે જ પાસ થઈને સિવિલ જજ તરીકેની પદવી મેળવી છે.ત્યારે સમગ્ર ગોધરા શહેર અને દેશની તમામ દીકરીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પંક્તિ સોની લો વિભાગમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે આવતા તેનું ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના દીક્ષાંત સમારંભમાં સન્માન કરવામાં આવ્યું હતું.પંક્તિ સોનીના પિતા પ્રદીપભાઈ સોની ગોધરામાં પત્રકાર છે અને તેના માતા કેતકીબેન સોનુ ગોધરા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ છે.