ગોંડલમાં ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં રાજભા ગઢવી સહિત અનેક કલાકારોએ લોકડાયરાની એવી રમઝટ બોલાવી કે લોકોએ મન મૂકીને નોટોનો વરસાદ કર્યો તો સ્ટેજ પણ નોટોથી ભરાઈ ગયું.

આપણે ઘણા લોક ડાયરાના કાર્યક્રમોમાં જોતા હોઈએ છીએ જ્યાં લોકો મન મૂકીને પૈસાનો વરસાદ કરતા હોય છે, આજે આપણે એક તેવા જ કાર્યક્રમની વાત કરીશું, રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા રીબડા ગામમાં રહેતા રમેશભાઈ ઓઝાએ ભાગવત સપ્તાહની કથાનું આયોજન કર્યું હતું, ભાગવત સપ્તાહની કથા ગઈકાલના રોજ પુરી થતી હતી.

તેથી તે દિવસે રાતના સમયે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, આ લોકડાયરાના ભવ્ય કાર્યક્રમમાં રાજભા ગઢવી, દેવાયત ખવડ, હકાભા ગઢવી જેવા અનેક કલાકારોએ લોકગીતો અને સાહિત્યની રમઝટ બોલાવી તો કાર્યક્રમમાં હાજર દરેક લોકોએ ઉભા થઈને મન મૂકીને નોટોનો વરસાદ કર્યો હતો, આ લોકડાયરાના કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ હાજર હતા.

આ કાર્યક્રમમાં લોકડાયરાની રાજભા ગઢવી અને અનેક સાહિત્ય કલાકારોએ એવી રમઝટ બોલાવી હતી કે લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો તો સ્ટેજ પણ નોટોથી ભરાઈ ગયું હતું, આ કથામાં જયારે પહેલાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું તે સમયે કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, બ્રિજરાજદાન ગઢવી, સાંઈરામ દવે જેવા અનેક સાહિત્ય કલાકારોએ હાજર દરેક લોકોને ખુશ કરી દીધા હતા.

બીજી તરફ, લોકોએ પણ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. એટલા રૂપિયા ઊડ્યા કે સ્ટેજ પર 20, 100 અને 500 રૂપિયાની નોટના થર જામી ગયા હતા. આ લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

ગોંડલ તાલુકાના રીબડા ગામમાં ૨૬ મે સુધી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તેથી રીબડા ગામે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા દ્વારા આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આથી આ લોકડાયરાના કાર્યક્રમમાં ગોંડલ અને રાજકોટના આજુબાજુના લોકો પણ મોટી સંખ્યામાં જોવા માટે ઊમટી પડ્યા હતા.

Similar Posts