ગોંડલમાં ખરાખરીનો જંગ! બે બાહુબલીઓ મેદાનમાં,જયંતી ઢોલએ આપી આવી ચીમકી,કહ્યું-જીતાડી ન શકું તો અંબાજી મંદિરે જઈને ભરીલે આવું પગલું – GujjuKhabri

ગોંડલમાં ખરાખરીનો જંગ! બે બાહુબલીઓ મેદાનમાં,જયંતી ઢોલએ આપી આવી ચીમકી,કહ્યું-જીતાડી ન શકું તો અંબાજી મંદિરે જઈને ભરીલે આવું પગલું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સૌ કોઈની નજર ગોંડલ બેઠક પર છે.આપણે સૌ એ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પાર્ટીઓ વચ્ચે કલેશ વિશે તો સાંભળ્યું જ છે.પરંતુ એક જ પાર્ટીમાં એક જ સીટ પર બે બાહુબલીઓની લડાઈ ભાગ્યે જ સાંભળી છે.હાલ આવો જ એક કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે.તમને જણાવીએ કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કરેલા આક્ષેપોની સામે રીબડા જૂથ પણ મેદાને આવી ગયું છે.

જયરાજસિંહે કરેલા એક એક આક્ષેપોના જવાબ રીબડા જુથ દ્વારા આપવામાં આવ્યા છે.ત્યારે રીબડા જુથના મુખ્ય ટેકેદાર જયંતિ ઢોલનું એક નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે.રીબડા જુથના મુખ્ય ટેકેદાર જયંતિ ઢોલે જણાવ્યું કે જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઇએ.ગોંડલ વિધાનસભા બેઠક રીબડા પંથકના ગ્રામ્ય વિસ્તારોની લીડના કારણે જીતે છે.

જયંતિ ઢોલે આગળ કહ્યું કે જ્યાં ભાજપને પોતાના ગામમાં કોઈ ઘૂસવા નહોતું દેતું,ત્યાં જઈ મેં ભાજપનો પ્રચાર પ્રસાર કર્યો છે.હું છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરું છું.જો જયરાજ સિંહ તેમજ તેમના પરિવાર સિવાયના લોકોને ટિકિટ આપવામાં આવશે તો તેને જીતાડવાની જવાબદારી મારી રહેશે.જો હું જીતાડું નહિ તો માંડવી ચોકમાં આવેલ માતાજીના મંદિરે આપઘાત કરીશ.

સાથે સાથે સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ રીબડા જૂથે ટિકિટ ડિમાન્ડની ફોર્મ્યુલા રજૂ કરી છે.રીબડા જૂથનું કહેવું છે કે અમે ભાજપના વિરોધી નથી પણ અમે પરિવારવાદના વિરોધી છીએ.આ સાથે જ ગોંડલ બેઠક પર થયેલી કામગીરીની માહિતી આપતા રિબડા જૂથ દ્વારા સહદેવસિંહ જાડેજા,રાજદીપસિંહ જાડેજા (અનિરૂધ્ધસિંહ જાડેજાના પુત્ર)ને ટિકિટ મળે તેવા પ્રયાસ થઈ રહ્યા છે.