ગોંડલનો આ યુવક કામ પર ગયો હતો અને ત્યાં બની એવી ઘટના કે આજે આખો પરિવાર દીકરાને યાદ કરીને પોંખ મૂકીને રડી રહ્યો છે. – GujjuKhabri

ગોંડલનો આ યુવક કામ પર ગયો હતો અને ત્યાં બની એવી ઘટના કે આજે આખો પરિવાર દીકરાને યાદ કરીને પોંખ મૂકીને રડી રહ્યો છે.

રોજબરોજ ઘણી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે, ઘણી દુઃખદ ઘટનાઓ તો એવી બનતી હોય છે કે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવી જ દુઃખદ ઘટના સામે આવી હતી, આ ઘટના બનવાથી પરિવારમાં જાણે ભારે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું, આ બનાવ ગોંડલમાંથી સામે આવ્યો હતો, આ બનાવની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક યુવકને કરંટ લાગતા તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું.

આ યુવક શિવરાજગઢમાં રહેતો હતો અને યુવકનું નામ કિશનભાઈ હતું, કિશનભાઈ ગોંડલમાં એક કોમ્પ્યુટરની દુકાન ચલાવતા હતા એટલે તેઓ હાલમાં સીસીટીવીના કામ માટે તેમની દુકાનથી થોડે દૂર આવેલી એક કંપનીમાં સીસીટીવી કેમેરા ચેક કરવા માટે ગયા હતા અને ત્યાં અચાનક જ કરંટ લાગ્યો તો કિશનભાઈ નીચે પડી ગયા, આ ઘટનાની જાણ કંપનીના માલિકને થઇ તો તરત જ કિશનભાઇને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા.

ત્યાં સારવાર દરમિયાન જ કિશનભાઈનું મૃત્યુ થઇ ગયું હતું, આ ઘટના વિષે જયારે પરિવારના લોકોને જાણ થઇ તો પરિવારના બધા જ લોકો દુઃખી થઇ ગયા અને જોરજોરથી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, કિશનભાઈના પિતા ખેતી કામ કરતા હતા અને તેમને એકના એક દીકરો હતો, આજે એકના એક લાડકવાયા દીકરાનું મૃત્યુ થઇ જવાથી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.

પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થઇ જતા આખો પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઇ ગયો હતો અને કિશનભાઈના મૃતદેહને જોઈને આખું ગામ પણ હીબકે ચડ્યું હતું, આવી દુઃખદ ઘટનાઓ રોજબરોજ સતત બનતી હોય છે, ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે કે તે જાણીને લોકો દુઃખી થઇ જતા હોય છે.