ગોંડલની આ હોટલના માલિકે શહેરની ૫૦૦ જેટલી દીકરીઓને પોતાની હોટલમાં વિનામૂલ્યે ભોજન કરાવીને માનવતા મહેકાવી….. – GujjuKhabri

ગોંડલની આ હોટલના માલિકે શહેરની ૫૦૦ જેટલી દીકરીઓને પોતાની હોટલમાં વિનામૂલ્યે ભોજન કરાવીને માનવતા મહેકાવી…..

આપણે ઘણા લોકોને જોતા હોઈએ જે તેમના જીવનમાં ઘણા સારા કામ કરતા હોય છે અને ઘણા એવા પણ લોકો હોય છે જે તેમનું જીવન આખું જીવન સેવા પાછળ જ સમર્પિત કરી દેતા હોય છે, ઘણા એવા પણ લોકો આપણને જોવા મળતા હોય છે જે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોની વ્હારે આવતા હોય છે અને તેમની મદદ કરીને માનવતા મ્હેંકાવતા હોય છે.

આજે આપણે એક તેવા જ કિસ્સાની વાત કરીશું, આ કિસ્સો ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર આવેલી ધ ગ્રાન્ડ ખોડિયાર રેસ્ટોરન્ટમાંથી સામે આવ્યો હતો, આ હોટલના માલિક ચિરાગ ધાનાણી, સાગર શેખડા અને પ્રિયંક ધાનાણીએ ગોંડલ શહેરની પાંચ સો દીકરીઓને પોતાની હોટલમાં ડાઇનિંગ ટેબલ પર બેસાડીને પ્રેમથી જમાડી હતી.

આ હોટલના માલિકોએ ગરબે રમનારી દીકરીઓને લ્હાણી રૂપે રોકડ પુરસ્કાર પણ આપ્યો હતો અને તે દરેક દીકરીઓને હોટલના માલિકોએ પ્રેમથી જમાડીને તેમની ભૂખ શાંત કરી હતી, આ હોટલના માલિકો દ્વારા હાઇવે પરથી જતા કોઈ પગપાળા ભક્તો પર નજર પડે તો તે લોકોને તેમની હોટલમાં બોલાવીને પગપાળા જતા ભક્તોને આશરો પણ આપતા હોય છે.

આ હોટલના માલિકો ભક્તોને હોટલમાં આશરો આપીને તે લોકોને પ્રેમથી જમાડીને તે લોકોની ભૂખ શાંત કરીને પ્રેમથી જમાડે છે, આ હોટેલના માલિકો હંમેશા માટે સેવાના કામ માટે આગળ જ રહેતા હોય છે અને અનેક લોકોની મદદ કરીને સમાજમાં માનવતા મહેકાવતા હોય છે, આ વર્ષે પણ આ હોટલના માલિકોએ નવરાત્રીના દિવસોમાં ૫૦૦ જેટલી દીકરીઓને તેમની હોટલમાં વિનામૂલ્યે જમાડીને સેવાનું કામ કર્યું હતું.