ગોંડલના આ ગામમાં આર્મીમાં ફરજ બજાવતા જવાનોએ અને ગામના લોકોએ સાથે મળીને કંકુ તિલક કરીને તિરંગા યાત્રાનો પ્રારંભ કર્યો. – GujjuKhabri

ગોંડલના આ ગામમાં આર્મીમાં ફરજ બજાવતા જવાનોએ અને ગામના લોકોએ સાથે મળીને કંકુ તિલક કરીને તિરંગા યાત્રાનો પ્રારંભ કર્યો.

આખા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દેશના દરેક નાગરિકો પોત પોતાના ઘરે અને ઓફિસો પર તિરંગા લહેરાવીને કાર્યક્રમનું આયોજન કર્યું હતું, તે માટે કોલીથડ ગ્રામ પંચાયત, શૈક્ષણિક સંસ્થા તથા ગ્રામજનો દ્વારા તિરંગા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં સંસ્કાર સ્કૂલ, કોલીથડ કુમાર શાળા, કન્યા શાળા અને જે.બી. કોટક માધ્યમિક શાળા અને અનેક શાળાઓના બારસો કરતા પણ વધારે વિદ્યાર્થીઓ હાથમાં તિરંગા લઈને જોડાયા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી, સુભાષ ચંદ્ર બોઝ અને મંગલ પાંડે જેવા અનેક શાળાના વિદ્યાર્થીઓ વેશભૂષામાં તૈયાર થયા હતા.

રેલી દરમિયાન દરેક ગામના લોકોએ વેશભૂષામાં તૈયાર થયેલ ભારતમાતાને પુષ્પથી વધાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું, આખી રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આખું કોલીથડ ગામ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું,

આ રેલીમાં જીલ્લા પંચાયત કારોબારી, ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને હાલમાં રાજસ્થાન બોર્ડર પર આર્મીમાં ફરજ બજાવતા જવાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

આ રેલીમાં ગામના લોકોની સાથે સાથે કોલીથડ ગામની તમામ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા. આ તિરંગા યાત્રા બાળકોમાં અને ગામના લોકોને દેશ માટે પ્રેમ જાગે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આથી ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી દરેક ગામમાં પોતાના ઘર પર અને ઓફિસ પર તિરંગા લહેરાવશે.