ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો આવ્યો સામે,હવેથી પત્નીને બીજા સાથે આડા સબંધ હશે તો પણ ભરણ પોષણ….. – GujjuKhabri

ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો આવ્યો સામે,હવેથી પત્નીને બીજા સાથે આડા સબંધ હશે તો પણ ભરણ પોષણ…..

તાજેતરમાં જ પતિ-પત્નીના સંબંધને લગતા એક મહત્ત્વનો ચુકાદો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.પતિ-પત્નીની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવતા પરિવાર ની અંદર કંકાસ અને ઝઘડાઓ શરુ થતા હોય છે.આ લાંબા ગાળે સંબંધો છૂટાછેડાનું રૂપ લઈ લેતી હોય છે.એવામાં આવા કિસ્સાઓને ધ્યાનમાં લઈને મહિલા ના અધિકારો નું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.આવી સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.

પત્નીને અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવા છતા ભરણપોષણના અધિકારથી વંચિત રાખી શકાય નહી તેવું જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે પત્ની દ્વારા છૂટાછેડા હોવા છતાં પતિ સાથે રહેવા કરેલી અપીલમાં આવું અવલોકન કર્યુ છે. આ કિસ્સામાં પત્નીને લગ્નના થોડા વર્ષો પછી અનેક લોકો સાથે આડા સંબંધ હોવાના કારણે પતિએ ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડા લીધા હતા.

ત્યારબાદ ફેમિલી કોર્ટના ચુકાદાને પત્નીએ હાઇકોર્ટ સુધી પહોંચડ્યો હતો અને એવી રજૂઆત કરી હતી કે, તેણીને તેના પતિ સાથે પતિના ઘરમાં જ રહેવું છે અને જો પતિ સાથે રાખવાની ના કહે તો ભરણપોષણ અપાવો.આ સાથે પત્નીના અનૈતિક સંબંધોના કારણે બાળકને તેના અધિકારથી વંચિત રાખી ના શકાય. બાળક તરફની જવાબદારીમાંથી પિતા છટકી શકે નહીં.

પત્ની વ્યભિચારી હોય તે કારણે ભરણપોષણ નહી આપવાનું એવો કોઇ કાયદો નથી. ત્યારે પિતાએ દીકરાને જિંદગીભરના ખર્ચ માટે 8 લાખ આપવાની વાત કરી હતી.હાઇકોર્ટ કહ્યું  હતું કે, પત્ની તમારા કરતાં ચાર ગણો વધારે કમાતી હોય તો પણ તમારે ભરણપોષણ તો ચૂકવવું જ પડશે. ખંડપીઠે જણાવ્યું હતું કે તમે એક સાથે જલદી રકમ આપી દો તો ઝડપથી છુટા થઇ શકશો. અને તમારે ભરણપોષણ તો આપવું જ પડશે.