ગુજરાત ચકચારી ઘટના ! ઝનૂની શખસ છરી લઈ બે સગા ભાઈઓ ને ધોળા દીવસે મોત ને ઘાટ ઉતાર્યા… – GujjuKhabri

ગુજરાત ચકચારી ઘટના ! ઝનૂની શખસ છરી લઈ બે સગા ભાઈઓ ને ધોળા દીવસે મોત ને ઘાટ ઉતાર્યા…

પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા અબડાસા તાલુકાના નાના એવા વાગોટ ગામમાં શનિવારે 2 સગા ભાઇની કરપીણ હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.પાડોશીઓ વચ્ચે થટેલી સામાન્ય બોલાચાલીની ઘટના હત્યામાં પરિણમી હતી. પાડોશીએ જ છરી વડે હુમલો કરી બે ભાઇઓની હત્યા કરી નાખી હોવાનુ સામે આવ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાગોટના કોલી વાસમાં સવારે 10 વાગ્યાના સુમારે ભરત કોલી નામના શખસે જૂની અદાવતનું મનદુઃખ રાખી યુવક સાથે માથાકૂટ કરી હતી અને યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.ત્યારે યુવકનો મોટો ભાઈ જોઇ જતાં નાના ભાઇને બચાવવા વચ્ચે પડ્યો હતો.ત્યારે આરોપી શખ્સ મોટા ભાઈ પર પણ છરી લઇને તૂટી પડ્યો હતો.આમ જોતજોતાંમાં બંને ભાઇઓને રહેંસી નાખ્યા હતા.

વાયોર પોલિસ ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.આરોપી ભરત કોલી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.આરોપી ભરત અને મૃતક ભાઈઓ વિનોદ અને કાનજી એકજ વિસ્તારમાં રહેતા હતા અને હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે.વધુ તપાસ વયોર પોલિસ ચલાવી રહી છે.