ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીનું નાની વયે આ કારણે થયું દુઃખ નિધન! થોડા સમય પહેલા…
ગુજરાતી સિનેમામાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. હાલમાં જ ગુજરાતી સિરીયલ્સ, નાટકોના અને ફિલ્મમાં અભિનય કરનાર લોકપ્રિય અભિનેત્રીનું નિધન થયું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હેપી ભાવસારનું નિધન થયું છે. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય બનનાર હેપી ભાવસાર એ વિદાય લીધી.
નામ પ્રમાણે ખુશમિજાજ રહેતા, હસ્તા અને હસાવતા રહેતા હેપ્પી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો છે.હેપ્પી ભાવસારે એક્ટિંગની શરૂઆત પણ એચ. કે. આર્ટ્સ કોલેજથી જ કરી. તે સમયે એચ. કે કોલેજમાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા, હેપ્પી ભાવસારે તેમની સાથે ટકો કરવાની શરૂઆત કરી
હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની ફિલ્મ શ્યામલીથી કર્યો. ‘શ્યામલી’ લવ ટ્રાયેંગલ બેઝ્ડ હતી, જો કે તેમાં હેપ્પીનું પાત્ર ‘લજ્જા’ ઘર ઘરમાં જાણીતું બન્યું. શ્યામલી બાદ હેપ્પી મારા સાજણજી, મારી પાનખર ભીંજાઈ જેવી સિરીયલ્સ કરી ચૂક્યા છે. તો રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક ‘પ્રિત પિયુને પાનેતર’ના 500થી વધુ શો કરી ચૂક્યા છે.
હેપ્પી ભાવસારે વિજયગિરી બાવાની ફિલ્મ ‘પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર’થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો. આ ફિલ્મ માટે તેમને ટ્રાન્સમીડિયાનો બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલનો એવોર્ડ મળ્યો છે. તો વિજયગિરી બાવા સાથે જ હેપ્પી ‘મહોતું’ નામની શોર્ટ ફિલ્મ કરી ચૂક્યા છે.
આ ઉપરાંત હેપ્પી ભાવસારને મધુ રાય લિખિત અભિનય બેન્કરે ડિરેક્ટ કરેલા નાટક કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો માટે બેસ્ટ એક્ટ્રેસ અને નરસિંહ મહેતામાં ‘મહેતી’ના નેગેટિવ રોલ માટે એવોર્ડ મળી ચૂક્યા હતા અને હાલમાં જ તેમને જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. આજ રોજ અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા કે, હેપ્પી ભાવસારનું મોડીરાત્રે ફેફસાના કેન્સરને કારણે નિધન થયું છે.