ગુજરાતી માધ્યમમાં ભણેલા અમદાવાદના આ વિધાર્થીએ ૨૧ વર્ષની નાની ઉંમરે ૨૮ લાખ રૂપિયાના વાર્ષિક પગારની નોકરી મેળવી બધા જ લોકોને ચોંકાવી દીધા. – GujjuKhabri

ગુજરાતી માધ્યમમાં ભણેલા અમદાવાદના આ વિધાર્થીએ ૨૧ વર્ષની નાની ઉંમરે ૨૮ લાખ રૂપિયાના વાર્ષિક પગારની નોકરી મેળવી બધા જ લોકોને ચોંકાવી દીધા.

અત્યરે મોટા ભાગે લોગો ભણતર તો લે છે પણ સાથે સાથે ગણતર શીખવાનું ભૂલી જાય છે. માટે યુવકોને જોવે એવી નોકરી નથી મળી રહેતી અને બેરોજગારીઓ સામનો કરવો પડે છે.

આજે અમે તમને ગુજરાતના એક એવા યુવક વિષે જણાવીશું કે જેના વિષે જાણીને તમે પણ બોલી પડશો કે ભણતરની સાથે સાથે ગણતરની જરૂર છે. ગુજરાતી માધ્યમમાં ભણેલા યુવકે ૨૮ લાખ રૂપિયાની નોકરી મેળવી બધાને ચોંકાવી દીધા.

આ યુવકનું નામ વિશ્વ કાપડિયા છે અને તેને હાલમાં જ LD એન્જીનીયર કોલેજમાંથી એન્જીનીયરનો અભ્યાસ પૂરો કર્યો છે અને તરત જ વર્ષીય ૨૮ લાખ રૂપિયાના પગારની નોકરી મળી જતા આજે દરેક જગ્યાએ તેની ખુબજ ચર્ચા થઇ રહી છે.

વિશ્વએ જણાવ્યું હતું કે તે ૧ થી ૧૦ ધોરણ ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છે.વિશ્વએ જણાવ્યું કે સફળ થવા માટે ફક્ત પુસ્તકિયું જ્ઞાન જ મહત્વનું નથી તેની માટે બધા લોકોએ પોતાના કોર્સને લગતી ટેક્નિકલ સ્કિલ પણ શીખવી પડે છે.

મેં પણ મારા કોર્સને લઈને નવી ટેક્નોલોજી શીખી છે અને iT કંપનીઓમાં 6 -6 મહિના ઈન્ટરૅશિપ કરી છે જે મને ઇન્ટરવ્યૂ ક્રેક કરવામાં ખુબજ ઉપયોગી નીવડી છે.અત્યારે પુસ્તકિયા જ્ઞાન કરતા લોકોએ પોતાની સ્કિલ શીખવા પણ વધારે ધ્યાન આપવું જોઈએ.

તેથી જ વિશ્વ ગુજરાતી મીડીયમમાં ભણ્યો હોવા છતાં તેને માઈક્રોસોફ્ટ જેવી મોટી કમ્પનીમાં ૨૮ લાખ રૂપિયાની નોકરીની ઓફર થઈ છે. આનાથી તેમનો આખો પરિવાર ખુબજ ખુશ છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.