ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલા યુવકને માઈક્રોસોફ્ટ કંપનીમાં વર્ષે ૨૮ લાખ ના પેકેજ વારી નોકરી મળતા યુવકે આખા પરિવારનો ડંકો દેશ-વિદેશમાં વગાડ્યો.
આજના સમયમાં અભ્યાસ કરવો એ બધા જ લોકો માટે ખુબ જ અગત્યનો બની ગયો છે અને આજે યુવકો-યુવતીઓ સારો અભ્યાસ કરીને મોટા પેકેજની નોકરી કે પછી મોટો ધંધો પણ ચલાવતા હોય છે. આજે આપણે એક એવા જ ગુજરાતી વિષે જાણીએ જેને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીમાં ૨૮ લાખના પેકેજવારી નોકરી મેળવીને ઇતિહાસ રચી દીધો છે.
આ યુવકનું નામ વિશ્વ કાકડિયા છે અને તેઓ અમદાવાદના રહેવાસી છે અને તેઓએ તેમના જીવનમાં એકથી દસ ધોરણ ગુજરાતી માધ્યમ નિકોલથી અભ્યાસ કર્યો છે. જેમાં વિશ્વાએ ધોરણ ૧૦ માં ૮૧ ટકા મેળવ્યા હતા અને ઈજનેરીમાં પ્રવેશ લઇ લીધો હતો. ત્યારપછી એલડી કોલેજમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં એડમિશન લીધું હતું.
જે વર્ષ ૨૦૨૨ માં પાસ કર્યું હતું અને સીધી તેમને જોબની ઓફર પણ મળી ગઈ હતી. તેઓને માઈક્રોસોફ્ટમાં ત્રણ ઇન્ટરવ્યૂ પછી ૨૮ લાખના પેકેજ સાથે નોકરી મળી હતી. વિશ્વએ આજે આ મોટી સિદ્ધિ મેળવીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું છે. સાથે આજે દીકરાની મોટી સિદ્ધિ પછી આખો પરિવાર પણ ખુબ જ ખુશ થઇ ગયો છે.
આજના સમયમાં વિશ્વ બીજા ઘણા યુવકો અને યુવતીઓ માટે પ્રેરણા રૂપ બન્યો છે. તેનું કહેવું એવું છે કે બધા જ લોકોને તેમના જીવનમાં પ્રેક્ટિકલ થવું જ પડે જેથી કરીને બધા જ લોકો તેમના જીવનમાં આગળ વધી શકે. આજે વિશ્વએ જેવી કોલેજ પુરી કરી કે તરત જ તેને જોબ પણ આવી ગઈ હતી જેમાં ૨૮ લાખના પેકેજ સાથે મોટી ઇતિહાસ પણ રચી દીધો છે.