ગુજરાતમાં શરમજનક ઘટના: અસ્થિર મગજની યુવતી પર સામુહિક દુષ્કર્મ, ઘટના જાણી સમસમી જશો!
“બેટી બચાઓ”ની ઠેર ઠેર જાહેરાત હોવા છતાં રાજ્યમાં નાની કિશોરીઓથી લઈને આધેડ ઉંમરની મહિલાઓ સુધી કોઈ સુરક્ષિત નથી.દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થતો જ રહ્યો છે.નરાધમોને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ ગુનાઓ કરતા બિલકુલ અચકાતા નથી.આવામાં બોટાદના લાઠીદડ ગામમાં સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે.એક માનસિક દિવ્યાંગ યુવતી સાથે 5 જેટલા નરાધમોએ સામુહિક બળાત્કાર કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.જેને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના લાઠીદડ ગામે રહેતી 31 વર્ષીય યુવતીને ગત રાત્રિના રોજ પાંચ શખ્સોએ રિક્ષામાં બેસાડી દીધી હતી.બાદમાં ચાલુ રિક્ષામાં યુવતી પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.સાથે નરાધમો આટલે અટક્યા ન હતા તેઓ બળજબરી યુવતીને એક ખંડેર મકાનમાં લઈ ગયા હતા અને ફરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જ્યારે બે નરાધમો દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા.
ભોગ બનનાર યુવતીની માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ જણાતા એલ.સી.બી.પોલીસે ભોગ બનનાર યુવતીનુ મેડીકલ તપાસ કરાવી હતી.સાથે ગણતરીની કલાકોમાં રેપ કરનાર અને શારીરિક અડપલાં કરનાર મળી 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.