ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક,દેશ ભરમાં વાગશે ગુજરાતનો ડંકો,ફક્ત 4 કલાક ચાર્જ થઈ આપશે આટલો એવરેજ…. – GujjuKhabri

ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક,દેશ ભરમાં વાગશે ગુજરાતનો ડંકો,ફક્ત 4 કલાક ચાર્જ થઈ આપશે આટલો એવરેજ….

સમગ્ર વિશ્વમાં લોકો એકથી વધુ એક બાઇક બનાવે છે.પેટ્રોલ, ડીઝલ ઉપરાંત હવે લોકોએ પાણીથી ચાલતી બાઈક પણ બનાવી લીધી છે. ભારતમાં પણ લાંબા સમયથી હાઈડ્રોજન આધારિત ચાલતા વાહનોની ચર્ચા થઈ રહી છે.ત્યારે આપણા ગુજરાત આણંદના વિઠ્ઠલઉદ્યોગ નગરની ચરોતર ગેસ સહકારી મંડળી અને યુકેની હાઈ પાવર સિસ્ટમ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

તમને જણાવીએ કે ટાઇટ્રોન ઇલેક્ટ્રિક વ્હીકલ અમેરિકા દ્વારા પણ ખેડા બાદ હવે ચરોતર ગેસ સહકારી મંડળીનાં સહયોગથી ભૂજમાં માસિક 1000 ટુવ્હીલર ઉત્પાદન કરતો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.હાઇડ્રોજન ગ્રીન ફ્યુઅલ સંચાલિત વાહન માત્ર ચાર મિનિટમાં ચાર્જ થઈ જશે અને 199 કિલોમીટરની એવરેજ આપશે.

હાઈડ્રોજનથી મોપેડ ચલાવવામાં આવે તેવો પાઈલટ પ્રોજેક્ટ પ્રથમ વખત નડિયાદ ખાતેથી શરૂ થશે. નડિયાદ ખાતેના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન આગામી જાન્યુઆરી માસથી શરૂ કરી દેવામાં આવશે.

કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજિત રૂપિયા 2 લાખની કિંમતનું બાઈક રહેશે, જે અંદાજિત 199ની એવરેજ આપશે.એટલે ચાર્જ કરવું કે વારંવાર ફૂએલ ટેન્ક ફૂલ કરવાનો કોઈ પ્રશ્નાર્થ નહીં રહે.આ ઉપરાંત મેઈન્ટેનન્સ પણ ઝીરો રહેવાનો દાવો કરવામાં આવ્યો છે.