ગુજરાતમાં પ્રખ્યાત કલાકાર યોગેશ ગઢવીએ કમા વિષે કહ્યું ચોખ્ખા શબ્દોમાં,કે કમાનો ઉપયોગ… – GujjuKhabri

ગુજરાતમાં પ્રખ્યાત કલાકાર યોગેશ ગઢવીએ કમા વિષે કહ્યું ચોખ્ખા શબ્દોમાં,કે કમાનો ઉપયોગ…

સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા ગામનો દિવ્યાંગ કમો હાલ સેલિબ્રિટી બની ગયો છે.લોકડાયરામાં કલાકારો અને આયજકો કમાને બોલાવી રહ્યા છે. આવામાં મોરબી ખાતે કોરોના દિવંગતોના મોક્ષાર્થે શાનાળા ગામે આવેલી પટેલ વાડીમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે.આ દરમિયાન લોક કલાકાર યોગેશ ગઢવીએ મંચ પરથી લોક કલાકાર યોગેશ ગઢવીએ સનાતમ ધર્મ વિશે બોલનારાઓને આડેહાથ લીધા હતા.

આ ઉપરાંત તેમણે ડાયરામાં કમા વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું.તમનું કહેવું છે કે કમો તો દિવ્યાંગ બાળક છે એને દુઃખી ન કરાય.તેની માનસિક સ્થિતિ શું હોય એ આપણે સમજી ન શકી તેથી તેને લવાય નહીં.આજકાલના કલાકારો ડાયરામાં કમો લઈને આવે છે.હું તો યોગશ ગઢવી છું.હું તો 20 વર્ષ પહેલા કમો નહીં નમો લઈને આવ્યો હતો.

આખું ગુજરાત રાજ્ય સાક્ષી છે.આ ઉપરાંત તેમણે સનાતન ધર્મને લઈને કહ્યું કે, જેને મારી માથે જે કરવું હોય એ કરી લેજો બાકી હું કહું છું કે દુનિયાનો સૌથી મોટો પ્રાચીન કોઈ ધર્મ હોય તો તે હિન્દુ સનાતન ધર્મ છે. જગતમાં ગમે એને માનાવા હોય પરંતુ મારા ભોળાનાથથી મોટા કોઈ નથી.

તમને જણાવીએ કે યોગેશ ગઢવી સાથે ગુજરાતનાં લોકપ્રિય કલાકાર હિતેન કુમારે પણ આ અંગે નિવેદન આપ્યું હતું.તમણે કહ્યું હતું કે હું મારા ડાયરા ના મિત્રોને વિનંતી કરું છું કે કમા જેવા મનોવિજ્ઞાન બાળકની આવી રીતે રમકડું બનાવીને મજાક ના ઉડાવો.આવા બાળક આવા મનોવિજ્ઞાન બાળકોને પ્રત્યેની આ કરુણા નથી પરંતુ એક હાસ્ય ઘટના બની રહી છે.