ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરકારી હોસ્પિટલમાં દેખાઈ બોટલ,બંધી હોવા છતાં ક્યાથી આવી બોટલ ?
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય અન્ય રાજ્યો કરતાં પણ વધારે પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો છે.ગુજરાતની રાજકીય ચર્ચાઓમાં એવા પણ આરોપ લાગે છે કે ગુજરાતમાં તો દારૂબંધી માત્ર નામની છે.બીજી તરફ પોલીસ દારૂના ચાલતા અડ્ડાઓ અને બૂટલેગરોને કાબૂમાં લેવા માટે અનેક નવા અભિયાનો પણ ચલાવે છે.હવે સવાલ એ છે કે દારૂબંધીના કડક કાયદા છે તો દારૂની રેલમછેલ કેમ થાય છે?.
દારૂબંધીના અભિયાનને આખરે નિષ્ફળ કોણ બનાવી રહ્યુ છે?ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાંસૌરાષ્ટ્રની સૌથી મોટી અને સરકારી જીજી હોસ્પિટલમાંથી અંગ્રેજી શરાબની ખાલી બોટલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.જી.જી.હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ 3 પાસે કચરાની પેટીમાંથી અંગ્રેજી શરાબની ખાલી બોટલ મળી આવી છે.
તમને જણાવીએ કે એક જાગૃત નાગરિકે આ અંગે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો.વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને સરકારી જીજી હોસ્પિટલમાં અંગ્રેજી શરાબની ખાલી બોટલ કચરા પેટીમાં પડેલી છે.હવે સરકારી હોસ્પિટલમાં અંગ્રેજી શરાબની બોટલ ક્યાંથી પહોંચી તે હાલ સળગતો સવાલ છે.