ગુજરાતમાં કચ્છથી લઈને ડીસા સુધી મેઘરાજાએ લીધી વિદાય,જાણો હવે હવામાન વિભાગની શું કરી આગાહી? – GujjuKhabri

ગુજરાતમાં કચ્છથી લઈને ડીસા સુધી મેઘરાજાએ લીધી વિદાય,જાણો હવે હવામાન વિભાગની શું કરી આગાહી?

નવરાત્રીમાં ખૈલયાઓ માટે આજે ખુશખબરીના સમાચાર છે.ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત સામે આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છથી ડીસા સુધી ચોમાસાએ વિદાય લીધી છે.જોકે ભેજવાળા વાતાવરણને લઈને આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.તમને જણાવીએ કે ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નહિ.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની પણ કોઈ આગાહી નથી.હાલ રાજ્યમાં વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની કોઈ આગાહી નથી.પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે.

બે દિવસ અગાઉ ગુજરાતમાં સુરત,અમરેલી,બોટાદ,ભરુચ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.રાજુલાના છતડીયા કડીયાળી,હિંડોરાણા વડ સહિતના ગામડાઓમાં વરસાદ ત્રાટક્યો હતો.વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયા હતા.આથી ચોમાસું પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઇ હતી.જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

આવામાં અનેક શહેરોમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનો કરાયા છે ત્યારે વરસાદ વેરી બને તેવા ડરને લઇને નવરાત્રીનું આયોજન કરતા લોકો માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા.કારણકે વડોદરાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું ખાબક્યું હતું. વાઘોડિયા રોડ અને સોમા તળાવ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

કચ્છથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે. જોકે સંપૂર્ણ વિદાયમાં સમય લાગશે. સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ યથાવત રહેશે. 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમા ક્યાંક છુટોછવાયો વરસાદ પડી શકે છે, સિઝનનો અત્યાર સુધીમાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે.