ગુજરાતનું એવું મંદિર કે જ્યાં પ્રસાદી સ્વરૂપે માટી આપવામા આવે છે, ઘરે લઇ જવાથી જ દરેક માનતા પુરી થાય છે, તેની પાછળ પણ આ પૌરાણિક કથા જોડાયેલી છે. – GujjuKhabri

ગુજરાતનું એવું મંદિર કે જ્યાં પ્રસાદી સ્વરૂપે માટી આપવામા આવે છે, ઘરે લઇ જવાથી જ દરેક માનતા પુરી થાય છે, તેની પાછળ પણ આ પૌરાણિક કથા જોડાયેલી છે.

જો કોઈ ભક્ત પોતાના દિલથી માતાજીને યાદ કરે છે. તો માતાજી પોતાના ભક્ત સ્વરૂપ બાળકોને મદદ કરવા માટે જરૂરથી આવે છે. આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવીશું કે જ્યાં પ્રસાદી સ્વરૂપે માટી આપવામાં આવે છે.

આ મંદિર છે વલ્લભ ભટ્ટ બહુચરાજી મંદિર, કે જ્યાં માનતા માનવ આવતા ભક્તોને પ્રસાદી સ્વરૂપે મંદિરની બાજુમાં આવેલી વલ્લભ ભટ્ટ વાવની માટી આપવામાં આવે છે.

વલ્લભ ભટ્ટ બહુચર માતાના પરમ ભક્ત હતા. માતાજીએ વલ્લભ ભટ્ટને આ જગ્યાએ સાક્ષાત પરચો પૂરો પાડ્યો હતો. આજથી 350 વર્ષ પૂર્વે વલ્લભ ભટ્ટ અમદવાદથી બહુચરાજી આવવા માટે એક પગપાળા સંગમાં જોડાયા હતા.

જયારે તે બહુચરાજીથી માત્ર 2 કિલોમીટર દૂર હતા ત્યારે તે ચાલવા માટે અસમર્થ બન્યા. તેમના સાથે આવેલા લોકોએ તેમને પાણી પીવા માટે કહ્યું પણ તેમને ના પાડી દીધી.

વલ્લભ ભટ્ટએ માતાજીને કહ્યું કે હે માં બહુચર મારે તારા દર્શન કરવા માટે આવવું છે. જો તું મને દર્શન આપી પાણી પીવાની આજ્ઞા આપે તો હું પાણી પીને તારા મંદિરે આવું, ભક્તની આજીજી સાંભરીને માં બહુચરે વલ્લભ ભટ્ટને દર્શન આપ્યા અને કહ્યું કે તારી બાજુમાં પડેલો પથ્થર હટાવ, પથ્થર હટાવતા જ પાણીની એક ધારા છૂટી.

વલ્લભ ભટ્ટ અને તેમના સાથીઓએ પાણી પીને યાત્રાને આગળ વધાવી. સમય જતા તે જગ્યાએ વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે અહીં આવતા ભક્તો પ્રસાદી સ્વરૂપે માટી ઘરે લઇ જાય છે અને તેની પૂજા કરે છે.

માનતા પુરી થતા ભક્તો માટી બહુચરમાંના ચરણોમાં પાછી મૂકી જાય છે, અહીં લોકો વિદેશ જવા, સંતાન પ્રાપ્તિ અને રોગથી મુક્તિ જેવી બાધાઓ રાખે છે અને તેમની બધી જ માનતાઓ માં બહુચર પુરી કરે છે.