ગુજરાતનું આ દંપતી લગ્નના 28 દિવસ પછી હનીમુન કરવા આબુ ગયું અને પતિએ તેની પત્ની સાથે જે કર્યું તે તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય…. – GujjuKhabri

ગુજરાતનું આ દંપતી લગ્નના 28 દિવસ પછી હનીમુન કરવા આબુ ગયું અને પતિએ તેની પત્ની સાથે જે કર્યું તે તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય….

હાલમાં ઘણા અવનવા બનાવો બનતા હોય છે, થોડા સમય પહેલા જ સુરત શહેરમાંથી ગ્રીષ્માના મૃત્યુનો બનાવ સામે આવ્યો હતો, હાલમાં બનતા બનાવો જોઈને બધા લોકો ચોકી જતા હોય છે, આજે આપણે એક તેવા જ ચોંકાવનાર બનાવ વિષે વાત કરીશું, આ બનાવમાં થયું એવું હતું કે આ ગુજરાતી દંપતી તેમના લગ્નના 28 દિવસ પછી હનીમૂન ફરવા માટે આબુ ગયું હતું.

હનીમૂન પર ફરવા ગયેલા દંપતીએ તેમની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ બનાવ વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ નવદંપતી વલસાડ જિલ્લાના ઉમરગામના ખત્તલવાડામાં રહેતા હતા,આ દંપતીનું નામ જોલી પટેલ અને રુચિકા હતું, જોલી પટેલે તેમના લગ્ન એક મહિના પહેલા જ રુચિકા સાથે કર્યા હતા, ત્યારબાદ આ દંપતી તેમના પરિવારના લોકોની સાથે અંબાજી દર્શન કરવા માટે ગયા હતા.

ત્યારબાદ આ દંપતી માઉન્ટ આબુમાં ફરવા ગયા અને આબુની તોરણ ભવન હોટલમાં રોકાયા હતા, તે પછી અચાનક જ રુચિકાની તબિયત બગડી તો તેને તરત જ ત્યાંની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ ડોકટરોએ સારવાર બાદ તેને મૃત જાહેર કરી હતી, તે પછી જોલી પટેલએ રુચિકાના પરિવારના લોકોને ફોન કર્યો.

જોલીએ તેના પરિવારના લોકોને જણાવ્યું કે અચાનક જ રુચિકાની તબિયત બગડી એટલે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા અને સારવાર દરમિયાન જ તેને ડોકટરે મૃત જાહેર કરી, ત્યારબાદ તરત જ ઘટનાસ્થળે રુચિકાના પરિવારના લોકો આવી ગયા અને તેમની દીકરીના મૃતદેહને જોઈને ધ્રુસકે ધ્રુસકે ભીની આંખે રડી રહ્યા હતા.

ત્યારબાદ એક મહિના પછી રુચિકાનો પોસ્ટ મોટમનો રિપોર્ટ જયારે સામે આવ્યો તે સમયે તે જોતાંની સાથે જ પોલીસ પણ ચોકી ગયા હતા અને પોલીસે આ રિપોર્ટ જોઈને રુચિકાના પરિવારના લોકોને જણાવ્યું હતું કે રુચિકાનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ રુચિકાના પિતાએ જોલી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.