ગુજરાતની પટેલ પરિવારની આ દીકરીએ દિવસ રાત અથાગ મહેનત કરીને પાયલોટ બનીને પોતાનું અધૂરું સપનું પૂરું કરીને દેશભરમાં પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું.
આપણે દેશમાં ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે પોતાના જીવનમાં આગળ વધવા માટે મોટી સફળતા મેળવવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે અને પરિવારનું નામ ગર્વથી રોશન કરતી હોય છે, આજે આપણે એક તેવી જ ઘટના વિષે વાત કરીશું, આ ઘટના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામમાંથી સામે આવી હતી.
આ ગામમાં રહેતી રચના પટેલે અથાગ મહેનત સાથે પાયલોટની પરીક્ષા પાસ કરીને પોતાનું અધૂરું સપનું પૂરું કરીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું હતું, રચના પટેલ વિષે માહિતી મળતા તેમના લગ્ન મોડાસાના શહેરના સેવાભાવી અગ્રણી એવા કમલેશ પટેલના દીકરા ખીલન પટેલ સાથે થયા હતા, રચના પટેલે લગ્ન બાદ પણ પોતાનું સપનું પૂરું કરવા માટે મહેનત કરવાની શરૂ જ રાખી હતી.
રચના પટેલ પોતાના પરિવારના સાથ અને સહકારથી પાયલોટ બનીને આખા પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું હતું, રચના પટેલએ બારમા ધોરણ સુધી અભ્યાસ કરીને આગળનો અભ્યાસ વડોદરામાં જઈને કર્યો હતો, રચના પટેલ જે સમયે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી તે સમયથી તેને પાયલોટ બનવાનું સપનું હતું તે સપનું આજે રચના પટેલએ પૂરું કરીને બતાવ્યું હતું.
રચના પટેલએ દિવસ રાત અથાગ મહેનત અને પરિશ્રમ કરીને પોતાનું અધૂરું સપનું પૂરું કર્યું હતું, રચના પટેલએ પાયલોટની પરીક્ષા પાસ કરી ત્યારબાદ બસો કલાકની ટ્રેનિંગ આપવામાં આવી હતી. રચના પટેલએ પોતાના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરી અને આજે મોટી સફળતા મેળવીને દેશભરમાં આખા અરવલ્લી જિલ્લાનું નામ ગર્વથી રોશન કર્યું હતું.