ગુજરાતની કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીના જીવનની આ વાતો વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય….
ગુજરાતમાં ઘણા મોટા ગાયક કલાકારો આવેલા છે, દરેક ગાયક કલાકારો તેમના કોકિલ કેરા અવાજ અને સુરથી ખુબ જ જાણીતા બન્યા છે, દરેક ગાયક કલાકાર મિત્રોને લાખોની સંખ્યામાં ચાહક મિત્રો હોય છે, તેથી તે બધા જ ચાહક મિત્રો ઘણીવાર કલાકારોના સ્ટેજ કાર્યક્રમમાં, ડાયરાના અને રાસ ગરબાના કાર્યક્રમમાં જઈને કાર્યક્રમને વધુ ઉલ્લાસમય બનાવતા હોય છે.
દરેક લોકો ગુજરાતની કચ્છી કોયલને તો ઓળખતા જ હશે, ગીતાબેન રબારીને કચ્છી કોયલ તરીકે દેશભરના લોકો ઓળખે છે, ગીતાબેન રબારી તેમના કોકિલ કેરા અવાજથી દેશ વિદેશમાં આજે ખુબ જાણીતા બન્યા છે, ગીતાબેન રબારીને લાખો કરતા પણ વધારે સંખ્યામાં ચાહક મિત્રો રહેલા છે, ગીતાબેન રબારી મૂળ કચ્છ જિલ્લાના રહેવાસી હતા.
હાલમાં ગીતાબેન રબારી અમદાવાદમાં રહીને પોતાના જીવન જીવી રહ્યા હતા, ગીતાબેન રબારીએ દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને આજે તેમની મહેનતથી દેશભરમાં ડાયરો, સંતવાણી અને લોકગીત માટે ખુબ જ જાણીતા બન્યા હતા, ગીતાબેન રબારીએ તેમના લગ્ન પૃથ્વી કુમાર રબારી સાથે કર્યા હતા, ગીતાબેન રબારીના જીવન વિષે વાત કરીએ.
જે સમયે ગીતાબેન રબારી ત્રણ વર્ષના હતા તે સમયે તેમના પિતાને લકવાની બીમારી થઇ હતી. તો તે સમયે ગીતાબેન રબારીની માતા ગાયો ભેંસો વેચીને પોતાના ગામડે જઈને રહેવા લાગ્યા હતા,
ગીતાબેન રબારીના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હતી એટલે તેમના માતા આજુબાજુના ઘરોમાં જઈને કચરા પોતાના કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.