ગુજરાતની આ મહિલાએ તેમના જીવનમાં ઘણા એવા સંઘર્ષોનો સામનો કરીને આગળ વધ્યા અને ચોથા પ્રયાસે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી IRS અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો…. – GujjuKhabri

ગુજરાતની આ મહિલાએ તેમના જીવનમાં ઘણા એવા સંઘર્ષોનો સામનો કરીને આગળ વધ્યા અને ચોથા પ્રયાસે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી IRS અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો….

આજના સમયમાં બધા જ લોકોને તેમના જીવનમાં નાના મોટા સંઘર્ષોમાંથી પસાર તો થવું જ પડતું હોય છે પણ મોટા ભાગના લોકો તેમના જીવનમાં જલ્દી હાર માની લેતા હોય છે અને તેમના જીવનમાં તેઓ આગળ વધી શકતા નથી. આજે એક એવા જ મહિલા વિષે જાણીએ જેઓએ તેમના જીવનમાં કઠોળ સંઘર્ષો વેઠીને મોટી સિદ્ધિ મેળવી છે.

આ મહિલાનું નામ કોમલ છે અને તેઓએ વર્ષ ૨૦૧૩ માં UPSC ની પરીક્ષા IRS અધિકારી બન્યા છે. તેઓનો જન્મ ૧૯૮૨ માં અમરેલી જિલ્લામાં થયો હતો તેઓએ ગુજરાતી માધ્યમમાં તેમનો અભ્યાસ પૂરો કર્યો હતો. કોમલે તેનો ઉચ્ચ અભ્યાસ યુનિવર્સિટીમાં જુદી જુદી ત્રણ ભાષાઓમાં કર્યો હતો, ત્યારબાદ તેમના લગ્ન ૨૦૦૮ માં થયા હતા.

તેમના લગ્ન ન્યુઝીલેન્ડના એક NRI સાથે થયા હતા, તેઓએ વર્ષ ૨૦૦૮ માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી અને તેઓએ પાસ પણ કરી હતી અને લગ્નને લીધે તેઓ ઈન્ટરવ્યુમાં નહતા જઈ શક્યા. કોમલના લગ્નના ૧૫ દિવસ જ થયા અને ત્યારબાદ ઘણી સાસરીમાં કોમલને ઘણી મુશ્કેલીઓ પડવા લાગી હતી. તો તેઓએ એકલા થઇ ગયા હતા.

તેમના પતિએ પણ તેમને સાથ ના આપ્યો અને પછી કોમલ ફરી તેમના માતા-પિતાના ઘરે આવી ગયા અને ત્યાંથી ફરી તે એક એવા નાનકડા ગામમાં રહેવા માટે ગઈ હતી, તેઓએ ત્યારે ફરી સિવિલ સર્વિસીસમાં જોડાવવાનું નક્કી કર્યું હતું અને UPSC ની તૈયારી ચાલુ કરી. તેઓએ તેમની આ પરીક્ષા માટે સખત મહેનત કરી હતી.

તેઓએ ત્રણ વખતે આ પરીક્ષા આપી પણ તેઓ સફર નહતા થયા અને તેઓએ હિંમત હાર્યા વગર તૈયારી ચાલુ રાખી હતી અને વર્ષ ૨૦૧૩ માં તેમને ચોથા પ્રયાસે આ પરીક્ષામાં સફળતા મળી અને તેઓએ ઓલ ઇન્ડિયામાં ૫૯૧ મોં રેન્ક મેળવ્યો હતો અને તેથી જ તેઓને IRS નું પદ મળ્યું હતું.