ગુજરાતની આ દીકરીએ વિદેશમાં જઈને ૫૫ લાખ રૂપિયાની સ્કોલરશીપ મેળવીને વિદેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો… – GujjuKhabri

ગુજરાતની આ દીકરીએ વિદેશમાં જઈને ૫૫ લાખ રૂપિયાની સ્કોલરશીપ મેળવીને વિદેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો…

આપણે ગુજરાતમાં ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરીને મોટી નામના મેળવતી હોય છે અને તેમના આખા પરિવારનું નામ ગર્વથી રોષન કરતી હોય છે, આજે આપણે એક તેવી જ ગુજરાતની એક દીકરી વિષે વાત કરીશું, આ દીકરીએ મોટી સિદ્ધિ મેળવીને આજે ગુજરાતનું નામ વિદેશમાં રોશન કર્યું હતું.

આ દીકરીનું નામ બંસરી વ્યાસ હતું, બંસરી હાલમાં કેનેડામાં તેના સારા અભ્યાસ માટે ગઈ હતી અને આજે બંસરી એવી સિદ્ધિ મેળવી હતી કે આખા ગુજરાતનું નામ દેશભરમાં રોશન થયું હતું, બંસરીએ ચંગામાં આવેલી ચરોતર યુનિવર્સીટીમાં પોતાના ફિજીક્સમાં અભ્યાસ કર્યો હતો, બંસરીએ તેના અભ્યાસમાં સારું એવું પ્રદર્શન કરવા માટે ગોલ્ડમેડલ મેળવ્યો હતો.

બંસરી મૂળ આણંદની રહેવાસી હતી, બંસરી તેના આગળના અભ્યાસ માટે તે કેનેડા ગઈ હતી અને છેલ્લા દસ મહિનાથી બંસરી ત્યાં તેનો અભ્યાસ કરી રહી હતી અને બંસરી તેના અભ્યાસની સાથે સાથે રિસર્ચ પણ કરતી હતી, તેથી યુનિવર્સીટીએ રિસર્ચ માટે ૯૨ હજાર ડોલરની સ્કોલરશિપ પણ આપી હતી, તેની સાથે સાથે બંસરીને દર મહિને ચાર હજાર ડોલર પણ આપવામાં આવે છે.

આથી બંસરીનું આ કામ જોઈને તેના પરિવારના લોકો ખુબ જ ખુબ જ ખુશ થઇ ગયા હતા અને બંસરીએ તેના પરિવારની સાથે સાથે વિદેશમાં પણ ગુજરાતનું નામ ગર્વથી રોશન કર્યું હતું, દરેક લોકો જાણે જ છે કે આપણા દેશની દરેક દીકરીઓ ખુબ જ હોશિયાર છે,

તેથી આજે દરેક દીકરીઓ તેમની સખત મહેનતથી દેશમાં તેમના પરિવારનું નામ ગર્વથી રોશન કરતી હોય છે, આજે બંસરીએ પણ વિદેશમાં તેની મહેનતથી ૫૫ લાખ રૂપિયાની સ્કોલરશિપ જીતીને આખા ગુજરાતનું નામ વિદેશમાં રોશન કર્યું.

Leave a Reply

Your email address will not be published.