ગુજરાતની આ અભિનેત્રીએ લાખો રૂપિયાની લક્ઝુરિયસ BMW કાર ખરીદી તેની કિંમત જાણીને તમારા પણ હોશ ઉડી જશે.
આપણા ગુજરાતમાં ઘણા એવા કલાકરો છે જેમને ઘણો મોટો ચાહક વર્ગ પણ છે અને તેમાં પણ આપણા ગુજરાતીઓ કેટલીય ટીવી સિરિયલ અને હિન્દી ફિલ્મોમાં તેમનો રોલ મેળવીને ઘણી મોટી લોકચાહના અને નામના મેળવી ચુક્યા છે. જયારે કોઈ પણ ગુજરાતી કલાકાર કોઈ વસ્તુ ખરીદે તો તેમનો ચાહક વર્ગ ખુબ જ ખુશ થઇ જતો હોય છે.
આજે એવા જ એક કલાકાર વિષે જાણીએ જેમનું નામ ઈશા કંસારા છે, જેઓ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. તેમનો રોલ બધા જ લોકોને પસંદ આવતો હોય છે તેઓ મૂળ અમદાવાદના રહેવાસી છે અને તેમનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૯૬ ના રોજ થયો હતો. તેઓએ હીરામની સ્કૂલમાંથી અભ્યાસ કરીને મુંબઈની મીઠીબાઇ કોલેજમાં આગળનો અભ્યાસ કર્યો છે.
તેમને નાનપણથી જ અભિનય કરવાનો ઘણો શોખ હતો અને તેથી જ તેઓએ આ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું હતું. આમ વર્ષ ૨૦૧૧ માં તેઓએ મુક્તિ બંધન સીરિયલનો હિસ્સો બન્યા અને તેઓએ તેમના અભિનયની અને કેરિયરની શરૂઆત અહિયાંથી કરી હતી. હાલમાં ઈશા કંસારાને બધા જ લોકો ઓળખે છે. હાલમાં ઈશાએ તેમના ચાહકમીત્રોને એક ખુશીના સમાચાર આપ્યા છે.
તેઓએ અમદાવાદમાં આવેલા BMW ના શો રૂમથી BMW X 1 કર લીધી છે જેની કિંમત અંદાજિત ૪૫ લાખ રૂપિયાની છે. આ લક્ઝુરિયસ કાર લઈને ઈશાએ તેમના ચાહક મિત્રોને ફોટાઓ પણ શેર કર્યા હતા. આમ પોતાની મહેનતથી આજે ઈશા આટલી મોંઘી લક્ઝુરિયસ કાર લઇ શકી છે.