ગુજરાતના સૌથી નાની ઉંમરના ગાયક કલાકાર જીગર ઠાકોરે હાલમાં લાખો રૂપિયા ખર્ચીને કાર ખરીદી તેમનું સપનું પૂરું કર્યું બસ હવે તેમનું આ એક સપનું અધૂરું છે… – GujjuKhabri

ગુજરાતના સૌથી નાની ઉંમરના ગાયક કલાકાર જીગર ઠાકોરે હાલમાં લાખો રૂપિયા ખર્ચીને કાર ખરીદી તેમનું સપનું પૂરું કર્યું બસ હવે તેમનું આ એક સપનું અધૂરું છે…

ગુજરાતમાં મિત્રો ઘણા બધા ગુજરાતી ફેમસ અને પ્રખ્યાત ગાયક કલાકારો છે, દરેક ગાયક કલાકારો તેમના કોકિલ કેરા અવાજ અને સુરથી ખુબ જ ફેમસ હોય છે, આજે આપણે ગુજરાતના એક નાના ગાયક કલાકારની વાત કરીએ તો થોડા સમય પહેલા જ તેમના એક સોન્ગએ ખુબ જ ધૂમ મચાવી દીધી હતી, તે સોન્ગથી તે બાળક આજે ગુજરાતની સાથે સાથે દેશ અને વિદેશમાં પણ ખુબ જ ફેમસ થઇ ગયો હતો.

આ નાના બાળકનું નામ જીગર ઠાકોર છે, જીગર ઠાકોરએ જીવનમાં આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કર્યો હતો, જીગર ઠાકોર એ ગરીબ પરિવારનો દીકરો છે, જીગર ઠાકોરનું સપનું હતું કે તે એક નવી કાર ખરીદે, તેથી હાલમાં જીગર ઠાકોરએ નવી કાર ખરીદીને સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વિડીયો વાયરલ કર્યા હતા.

તે વિડીયોમાં જીગર ઠાકોરએ કહ્યું હતું કે તેને ડીસાથી નવી BREZZA કાર ખરીદી હતી, જીગર ઠાકોરએ તેમની મનપસંદ કાર સખત મહેનત કરીને જાતે જ ખરીદી હતી, જીગર ઠાકોર ચાંદ વાળા મુખડા સોન્ગમાં દેવ પગલી સાથે ખુબ જ ફેમસ થયો હતો, જીગર ઠાકોરનું આ સોન્ગ ચાર કરોડ કરતા પણ વધારે લોકોએ યૂટ્યૂબ પર જોયું હતું.

જીગર ઠાકોર બનાસકાંઠા જિલ્લાના નાના એવા મડાના ગામનો રહેવાસી હતો, હાલમાં જીગર ઠાકોરની ઉંમર દસ વર્ષની હતી, જીગર ઠાકોરના પિતાનું સપનું હતું ગાયક કલાકર બનવાનું પણ તે કોઈ કારણસર ના બની શક્યા એટલે તેમને કડિયાકામ કરવાનું શરૂ કર્યું હતું, જે સમયે જીગર ઠાકોર આઠ વર્ષનો હતો તે સમયે જીગર ઠાકોરએ મણિયારો ગીત ગાયું.

તે સમયે જીગર ઠાકોરના પિતાએ નક્કી કર્યું કે મારો દીકરો સારો ગાયક કલાકાર બની શકે તેમ છે, તેથી સોરાબજીએ તેમના દીકરાને તાલીમ આપવની શરૂ કરી અને જે સમયે જીગર ઠાકોરએ સોન્ગ ગાવાના શરૂ કર્યા તેમાંથી બે સોન્ગ હિટ ગયા

એટલે જીગર ઠાકોર તેમની નાની ઉંમરમાં ખુબ જ ફેમસ થઇ ગયા હતા, હાલમાં જીગર ઠાકોરએ નવી બ્રેઝા કાર ખરીદીને તેનું અધૂરું સપનું પૂરું કર્યું અને હાલમાં જીગર ઠાકોર તેના ગામમાં તેનું નવું મકાન બનાવી રહ્યો છે.