ગુજરાતના નાના ગામમાં જન્મેલા ઉમેશ બારોટ આજે દેશ-વિદેશમાં ખૂબ જ છે પ્રખ્યાત,જાણો કઈ રીતે બન્યા આટલા મોટા સ્ટાર…..
ગુજરાતી સુપરસ્ટાર ઉમેશ બારોટને આજે કોઈ નામનાની જરૂર નથી.ઉમેશ બારોટનું નામ આજે ગુજરાત તેમજ દેશ-વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે.તેમજ તેમના ચાહકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.આજે તમને ક્યાંકને ક્યાંક ઉમેશ બારોટના ગીત સાંભળવા મળશે જ.તો ચાલો આજે તેમના વિશે જાણીએ…
ઉમેશ બારોટ આજે ખૂબ જ પ્રખ્યાત કલાકાર બની ગયા છે પરંતુ કહેવત છે ને મોરના ઇંડા ચીતરવા ન પડે.તમને જણાવી દઈએ કે ઉમેશ બારોટના માતા પિતા બંને સારા લોક ગાયક છે.સાથે તેમનો પરિવાર સંગીત સાથે જોડાયેલો છે.ઉમેશ બારોટે ફક્ત 9 વર્ષની ઉંમરમાં જ તેમના પિતા સાથે સંતવાણી કાર્યક્રમમાં ભાગ લેવાનું શરુ કરી દીધું હતું.
ઉમેશ બારોટનો જન્મ તારીખ 7- 4-1992 રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ ગામમાં થયો હતો.તેઓએ તેમનું પ્રાથમિક શિક્ષણ હાલોલમાં જ MS હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યુ.તેઓ સ્કુલમાં પ્રાર્થનામાં ઢોલ વગાડતા માટે તેમના મિત્રો તેમને ઢોલી કહેતા હતા.ઉમેશ બારોટે વડોદરાથી 3 વર્ષનો પર્ફોર્મિંગ આર્ટસ નો કોર્સ કર્યો.પછી સંગીતની શરૂઆત થઇ અને આજે ઉમેશ બારોટ સ્ટેજ પ્રોગ્રામમાં તેમજ મોટા મોટા ડાયરાઓમાં જોવા મળે છે.
તમે યુ ટ્યૂબ પર જોઈ શકો છો કે તેમણે બે ફિલ્મો પણ કરી છે તેમાં તેમને એક ફિલ્મમાં બેસ્ટ સિંગરનો ગુજરાત સરકારે એવોર્ડ પણ આપ્યો છે.આજના આધુનિક યુગમાં પ્રાચીન સંસ્કૃતિ સુગમ ક્લાસીસ,ગઝલ અને સૂફી સંગીતનું મિશ્રણ કરનાર તેમજ બેબીને બોર્નવીટા પીવડાવો અને ઝામો ભમરીયારોના ફેમ સિંગર ઉમેશ બારોટ જ છે.