ગુજરાતના જાણીતા કલાકાર પ્રતિક ગાંધીએ ખરીદી આ આલીશાન કાર,કિંમત જાણીને તમે પણ ચોકી જશો….. – GujjuKhabri

ગુજરાતના જાણીતા કલાકાર પ્રતિક ગાંધીએ ખરીદી આ આલીશાન કાર,કિંમત જાણીને તમે પણ ચોકી જશો…..

વર્ષ 1980માં ગુજરાતમાં જન્મેલા પ્રતીકે એન્જિનિયરિંગ કર્યું અને અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરી.જો કે તેમના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું.કારણ કે તેમને અભિનયનો શોખ હતો.એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રતિક ગાંધીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ચોથા ધોરણમાં હતા ત્યારે તેમણે પ્રથમ વખત સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું.તે માત્ર 5 મિનિટનું પરફોર્મન્સ હતું પરંતુ તેમને તેમની તાળીઓ યાદ આવી ગઈ અને ત્યારથી તેમણે અભિનય કરવાનું મન બનાવી લીધું.

પ્રતિક મિડલ ક્લાસનો હતો એટલે તેના પિતા તેને સપોર્ટ કરતા હતા પણ સાથે સાથે તે સેટલ થાય તેવું ઈચ્છતા હતા.તેથી તેમણે કહ્યું કે પહેલા ડિગ્રી.ત્યારબાદ પ્રતીક ગાંધીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.પ્રતિક ગાંધીએ થિયેટર અભિનેતા તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો.તેમણે સ્ટેજ પર ઘણા નાટકો મંચવ્યા છે.તેમણે ભલે આજે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હોય.પરંતુ તે કહે છે કે તેનો પહેલો પ્રેમ થિયેટર છે.

પ્રતિક ગાંધીએ ગુજરાતી નાટક ‘આ પાર કે પેલે પાર’થી અભિનયની દુનિયામાં ઓળખ મેળવી હતી.તે પછી તે ઘણા ટીવી શોમાં જોવા મળ્યા હતા.પ્રતીક ગાંધી મુખ્યત્વે થિયેટર કલાકાર અને ગુજરાતી સિનેમાનો એક ભાગ હતા.પરંતુ સોની લિવની વેબ સિરીઝ (સ્કેમ 1992) સાથે તેમનું નસીબ બદલાઈ ગયું.ત્યારથી તે ઘરે ઘરે ઓળખવા લાગ્યા.આ સિરીઝમાં પ્રતીક ગાંધીના અભિનયની સૌએ પ્રશંસા કરી હતી.

આ પછી તેમણે રાવણ લીલા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી અને આજે તે લીડ એક્ટર તરીકે ઓળખાય છે.પ્રતીક ગાંધીએ દશેરાના દિવસે મર્સિડિઝ બેન્ઝ GLS ખરીદી હતી.પ્રતીક ગાંધીએ ખરીદેલી આ કારની કિંમત 1.16 કરોડ રૂપિયા છે.પ્રતીક ગાંધી માતા, ભાઈ, દીકરી તથા પત્ની સાથે કારની ડિલિવરી લેવા ગયા હતા.મર્સિડિઝનું આ મોડલ બોલિવૂડમાં સ્ટાર્સની વચ્ચે ઘણું જ લોકપ્રિય છે.

આ કારમાં SUV 3.0 લીટર ઇન લાઇન 6 સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે આવે છે. આ કાર 326 BHP તથા 700 NMનું પીક ટોર્ક જનરેટ કરે છે. મોટરને 9G-TRONIC ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. 7 સીટર SUV 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ માત્ર 6.3 સેકન્ડમાં આવી જાય છે.મર્સિડિઝ બેઝ GLSના કેબિનમાં 12.3 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇમેન્ટ, યુનિટ, 13 સ્પીકર ઓડિય સિસ્ટમ, MBUX UI સાથે એક જ MBUX રિયર ટેબલેટની સાથે ડ્યુઅલ સ્ક્રીન મળે છે.

એક રિયર કમ્ફર્ટ પેકેજ પ્લસ પણ છે. GLSમાં 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા, બ્લાઇન્ડ સ્પોટ આસિસ્ટ, સોફ્ટ ક્લોઝિંગ ડોર, એક્ટિવ બ્રેકિંગ આસિસ્ટ, પ્રી-સેફ સિસ્ટમ પણ છે. આ સાથે જ કારમાં મલ્ટી બીમ LED હેડલેમ્પ, એમ્બિયન્ટ, ફાઇવ ઝોન ક્લાયમેન્ટ કંટ્રોલ, ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ ફ્રન્ટ સીટ, વેન્ટિલેટેડ સીટ, એડોપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ તથા એક ઓટોમેટિક ટેલગેટ છે.આ પહેલી ઘટના છે કે, સ્કેમની સફળતા બાદ પ્રતીકગાંધી કંઈક કિંમતી વસ્તુઓ ખરીદી હોય.